________________
૨૬
સૂત્રસંવેદના-૩
સામાન્યતઃ જૈનકુળમાં જન્મેલા અને જૈન સંસ્કારથી વાસિત થયેલા સાધકમાં આવા દોષોની સંભાવના નથી, તોપણ અનાદિના કુસંસ્કારો, પ્રબળ નિમિત્તો કે પ્રમાદાદિ દોષોને કારણે ક્વચિત્ આવું થયું હોય, તો પણ તે પાપ પ્રત્યે તીવ્ર પશ્ચાત્તાપ કરી, અણગમો અનુભવતાં, આ શબ્દ બોલી ગુરુ સમક્ષ આદ્ર હૃદયે આલોચના કરવાની છે. આ રીતે આલોચના કરવાથી તે પાપ જીવનમાં પુનઃ થવાની સંભાવના મંદ થઈ જાય છે.
આ રીતે મન, વચન, કાયાથી કરેલા અતિચારોની આલોચના કરી. હવે જ્ઞાનાદિના વિષયમાં જે અતિચારો થયા છે તેની આલોચના કરતાં જણાવે છે -
ના લંસ - જ્ઞાનના વિષયમાં, દર્શનના વિષયમાં (જે અતિચાર લાગ્યો હોય).
જ્ઞાન: જે વસ્તુ જેવી છે તેવી જાણવી તે સમ્યજ્ઞાન છે. આવા સમ્યજ્ઞાનની પ્રાપ્તિ સર્વજ્ઞકથિત શાસ્ત્રના આધારે જ થાય છે. અન્ય ગ્રંથો દ્વારા જ્ઞાન મળે છે, પરંતુ તે સમ્યજ્ઞાન હોતું નથી. વળી, તેના દ્વારા અવાસ્તવિક સુખનો માર્ગ મળે છે, પણ વાસ્તવિક સુખનો માર્ગ મળી શકતો નથી.
સમ્યજ્ઞાનને પ્રાપ્ત કરવા અને પ્રાપ્ત થયેલા જ્ઞાનની વૃદ્ધિ કરવા “નાણમિ સૂત્ર'માં તેના આઠ આચારો બતાવ્યા છે. આ આચારોનું પાલન ન કરવું કે તેનાથી વિપરીત વર્તન કરવું તે જ્ઞાનવિષયક અતિચાર છે.
તદુપરાંત પાટી, પુસ્તક, પેન, સાપડો વગેરે જ્ઞાનપ્રાપ્તિનું સાધન હોવાથી તેને જેમ-તેમ વાપરવું, અસ્થાને મૂકવું તથા છતી શક્તિએ ભણવું નહિ, ભણેલું ભૂલી જવું, અશુદ્ધ ભણવું, બુદ્ધિ છતાં તે તે શબ્દના અર્થનું ઊંડું ચિંતન કરવું નહિ, ભણ્યા પછી તે જ્ઞાનનો જીવનમાં ઉપયોગ કરવો નહિ વગેરે પણ જ્ઞાનવિષયક અતિચારો છે.
આ પદ બોલતાં આ સર્વ અતિચારોને યાદ કરી ગુરુભગવંત પાસે તેની આલોચના કરવાની છે.
દર્શનઃ “સર્વજ્ઞ પરમાત્માએ જે પદાર્થ જેવો કહ્યો છે, તે તેવો જ છે આવી દૃઢ શ્રદ્ધા રાખીને તત્ત્વને તત્ત્વરૂપે અને અતત્ત્વને અતજ્વરૂપે જાણી સ્વીકાર કરવો, તે સમ્યગ્દર્શન છે. આ ગુણ પ્રાપ્ત થતાં વાસ્તવિકતાનો ખ્યાલ આવે છે. અને તેથી દેખીતો સુખમય સંસાર પણ પરિણામે દુઃખરૂપ હોઈ દુઃખમય લાગે છે. જેમાં