________________
સૂત્રસંવેદના-૩
ભગવંતો અને નજીકમાં થયેલા મહામહોપાધ્યાય શ્રીમદ્ વિજય યશોવિજયજી મહારાજ સાહેબ જેવા ઉપાધ્યાય ભગવંતોનું સ્મરણ કરી તેમના પ્રત્યે અત્યંત અહોભાવ વ્યક્ત કરી તેમનાં ચરણોમાં મસ્તક નમાવી વંદન કરવાનાં છે. ભાવપૂર્વક વંદન કરવાથી પ્રતિક્રમણના સૂત્રાર્થવિષયક જ્ઞાનમાં કે પ્રતિક્રમણ કરવામાં વિનકર્તા કર્મોનો વિનાશ થાય છે.
સર્વસાધુદું - સર્વ સાધુભગવંતોને (મસ્તક નમાવી હું વંદન કરું છું.) . જેઓ સતત મોક્ષમાર્ગની સાધના કરે છે, જેઓ સર્વજ્ઞ ભગવંતની આજ્ઞાનુસાર સંપૂર્ણ સાત્ત્વિક જીવન જીવે છે, અનેક સાધકોને જેઓ સહાયભૂત બને છે, તપ અને ત્યાગથી જેઓ શોભે છે, તે સર્વ સાધુભગવંતોને આ પદ દ્વારા મસ્તક નમાવી વિંદન કરવામાં આવે છે.
આ પદ બોલતાં સર્વજ્ઞ ભગવંતના વચનાનુસાર જીવન જીવતા સર્વ સાધુભગવંતોને સ્મૃતિપટ પર અંકિત કરી, તેમનાં ચરણોમાં મસ્તક નમાવી, તેમને ભાવપૂર્ણ હૃદયે વંદના કરવાની છે. આ રીતે ભાવપૂર્વક કરાયેલી વંદના પ્રતિક્રમણ જેવી શુભક્રિયામાં સત્ત્વનો પ્રકર્ષ કરાવે છે.
6- સાધુપદની વિશેષ સમજ માટે જુઓ “સૂત્ર-સંવેદના' ભાગ-૧ (સૂત્ર નં. ૧)
શ્રાવક-શ્રાવિકાઓએ આ ચાર પદો બોલી “સમસ્ત શ્રાવકોને વાંદું છું.” એમ પણ કહેવું. રૂછરિ સમસ્ત શ્રાવ વંદુ એમ પણ કોઈ કહે છે.