________________
ભગવા ં સૂત્ર
માર્ગ પ્રાપ્ત થયો છે, તેવા કોઈ પણ ગુરુભગવંતો કે જે તીર્થંકર હોય, ગણધર હોય, આચાર્યાદિ હોય ૐ સામાન્ય મુનિ હોય તે સર્વે ગુરુ ભગવંતોને આ પદથી ગ્રહણ કરવા વધુ યોગ્ય લાગે છે. આમ છતાં આ અંગે બહુશ્રુતો વિચારે એવી વિનંતી.
3
આ પદ બોલતાં, સુખની પરંપરા સર્જે તેવા ધર્મને આપનાર અનન્ય ઉપકારી ગુરુભગવંતોને તથા તેઓ દ્વારા થયેલા ઉપકારને સ્મૃતિપટમાં લાવી, તેમના પ્રત્યેનો અત્યંત કૃતજ્ઞભાવ વ્યક્ત કરવા તેમના ચરણોમાં મસ્તક નમાવી વંદના ક૨વાની છે. ભાવપૂર્વક વંદન કરવાથી ગુરુભગવંતો પ્રત્યેનો આદરભાવ વૃદ્ધિ પામે છે અને પરિણામે સત્કાર્યમાં વિઘ્નકર્તા કર્મોનો વિનાશ થાય છે.
આચાર્ય, - આચાર્યભગવંતોને (મસ્તક નમાવી હું વંદન કરું છું.)
અરિહંત ભગવંતની અનુપસ્થિતિમાં શુદ્ધ પ્રરૂપણા કરી શાસનની ધુરાને જેઓ વહન કરે છે, પંચાચારના પાલનમાં જેઓ સદા રત છે, છત્રીસ છત્રીસીએ જેઓ શોભી રહ્યા છે, આચાર્યપદથી જેઓ અલંકૃત છે, તેવા આચાર્યભગવંતોને આ પદ બોલતાં મસ્તક નમાવીને વંદન કરાય છે.
આ પદ બોલતાં વિશિષ્ટ ગુણસંપન્ન આચાર્યભગવંતોને સ્મૃતિપટ પર લાવી, તેઓએ કરેલ ઉપકારોને યાદ કરી, ભક્તિ અને બહુમાનપૂર્વક તેમનાં ચરણે મસ્તક નમાવી વંદના કરવાની છે. આ રીતે ભાવપૂર્વક વંદના કરવાથી સદાચારમાં વિઘ્નકર્તા કર્મો દૂર થાય છે.
उपाध्यायहं
-
ઉપાધ્યાયભગવંતોને (મસ્તક નમાવીને હું વંદન કરું છું.)
જેઓ ૪૫ આગમના જ્ઞાતા છે, શિષ્યસમુદાયને જેઓ સતત સૂત્રનું પ્રદાન કરે છે, જેમની પાસે જવાથી, જેમનો ઉપદેશ સાંભળવાથી દુર્બુદ્ધિનો નાશ થાય છે તથા સદ્બુદ્ધિની પ્રાપ્તિ થાય છે, અને જેઓ વિનય આદિ અનેક ગુણોના ભંડાર છે, તેવા ઉપાધ્યાયભગવંતોને આ પદ બોલી મસ્તક નમાવી વંદન કરવામાં આવે છે.
આ પદ બોલતાં આપણા પરમ ઉપકારી તીર્થંકરોના ઉપાધ્યાય સમાન ગણધર
4- આચાર્યપદની વિશેષ સમજ માટે જુઓ ‘સૂત્ર-સંવેદના’ ભાગ-૧ માં (સૂત્ર નં. ૧ તથા ૨) 5 - ઉપાધ્યાયપદની વિશેષ સમજ માટે જુઓ ‘સૂત્ર-સંવેદના’ ભાગ-૧ (સૂત્ર નં. ૧)