________________
સૂત્રસંવેદના-૩
કરવાનાં છે. તેના દ્વારા - “હે ભગવંત! (હે આચાર્ય !... વગેરે) હું આપને મસ્તક નમાવી વંદન કરું છું' - એવો કૃતજ્ઞતા સહિત બહુમાનભાવ પ્રગટ કરવાનો છે.
આ સૂત્રનો ઉલ્લેખ યોગશાસ્ત્રની સ્વોપજ્ઞ વૃત્તિમાં અને ચિરંતનાચાર્યકૃત પ્રતિક્રમણવિધિમાં જોવા મળે છે. આ સૂત્રની ભાષા અપભ્રંશ છે.
મૂળ સૂત્રઃ __भगवान्हं, आचार्यहं, उपाध्यायह, सर्वसाधुहं ।।
અક્ષર - ૧૯
અન્વય સહિત સંસ્કૃત છાયા અને શબ્દાર્થ :
भगवान्हं, आचार्यहं, उपाध्यायह, सर्वसाधुहं ।।। भगवद्भ्यः, आचार्येभ्यः, उपाध्यायेभ्यः, सर्वसाधुभ्यः ।। .
ભગવંતોને, આચાર્યોને, ઉપાધ્યાયોને, સર્વ સાધુઓને. (હું વંદન કરું છું.) વિશેષાર્થ:
ભવીન્દ - ધર્માચાર્યોને (હું મસ્તક નમાવી વંદન કરું છું.)
‘ભગ’ એટલે ઐશ્વર્યાદિ ગુણો અને વાન' એટલે વાળા. જેઓ ઐશ્વર્યાદિ ગુણોથી યુક્ત છે, શાસ્ત્રના પરમાર્થને પામેલા છે, સુવિશુદ્ધ સંયમને ધારણ કરનારા છે, મોક્ષના મહાઆનંદને પ્રાપ્ત કરવા અને અનેક જીવોને આ માર્ગ સુધી પહોંચાડવા જેઓ પ્રયત્નશીલ રહે છે, તેવા મારા પરમ ઉપકારી ગુરુભગવંતોને હું નમસ્કાર કરું છું.
“પીવા” આ શબ્દ અરિહંતનો વાચક છે કે ધર્માચાર્યનો વાચક છે? તે અંગે ભિન્ન ભિન્ન અભિપ્રાયો જોવા-જાણવા મળે છે, પરંતુ પ્રસ્તુતમાં ગુરુવંદનનો અધિકાર હોઈ ગચ્છના નાયક અથવા જેના દ્વારા પોતાને સમ્યક પ્રકારે પ્રભુનો
2. “ભગવાનૂહ' આદિ રૂપો ભગવાનાદિ શબ્દોને “હ” પ્રત્યય લાગવાથી બનેલા છે. “હંપ્રત્યય
(અપભ્રંશ ભાષાના નિયમ અનુસાર) ષષ્ઠી બહુવચનમાં વપરાયો છે. પ્રાકૃતમાં ચતુર્થીના
સ્થાને ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ થઈ શકે છે. 3. ‘ભગ’ની વિશેષ સમજ માટે જુઓ “સૂત્ર-સંવેદના' ભાગ-૨ (પાનું-૫૯). ત્યાં દર્શાવાયેલા
ભગ શબ્દના અર્થ અરિહંત માટે સર્વશ્રેષ્ઠ કક્ષાના ઘટે છે, ગુરુભગવંત માટે તેનાથી અલ્પ કક્ષાના ઘટે છે.