________________
ભગવાનë સૂત્ર
સૂત્ર પરિચય :
પ્રતિક્રમણની ક્રિયા પાપથી મલિન થયેલા આત્માની શુદ્ધિ માટે કરવામાં આવે છે. પાવનકારી આ ક્રિયામાં કોઈ વિઘ્ન ન આવે તથા આત્મશુદ્ધિ થાય તે માટે પરમ શુદ્ધ સ્વરૂપને પામેલા અરિહંતાદિને વંદનાસ્વરૂપ દેવવંદન કરવામાં આવે છે, અને ત્યારપછી પોતાના ઉપકારી ગુરુભગવંતોને વંદના કરવામાં આવે છે ત્યારે આ સૂત્રનો ઉપયોગ થાય છે. માટે તેને “ભગવદાદિ વંદન સૂત્ર” પણ કહેવાય છે.
માત્ર ચાર જ પદના બનેલા આ નાનકડા સૂત્રમાં પોતાના પરમ ઉપકારી ગુરુભગવંત, આચાર્યભગવંત, ઉપાધ્યાયભગવંત તથા સાધુભગવંતોને વંદના કરી સાધક તેઓ પ્રત્યેનો કૃતજ્ઞભાવ વ્યક્ત કરે છે.
આ સૂત્રનું એક એક પદ, એક એક ખમાસમણ દેવાપૂર્વક બોલાય છે. એટલે એવું લાગે છે કે “ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નિસાહિઆએ આટલા શબ્દો દ્વારા ગુરુભગવંત પાસે વંદનની અનુજ્ઞા માંગવાની છે કે “હે ક્ષમાશ્રમણ ! હું આપને શક્તિપૂર્વક અને પાપવ્યાપારના ત્યાગ વડે વંદન કરવા ઈચ્છું છું.” આ રીતે આજ્ઞા મેળવ્યા પછી “મFએણ વંદામિ' પદ સાથે આ સૂત્રના “ભગવાનë” વગેરે દરેક પદનું ક્રમસર જોડાણ કરી “મFણ વંદામિ ભગવાન હું” એ પ્રમાણે સાથે ઉચ્ચારણ કરી, મસ્તકને જમીન સુધી નમાવવાપૂર્વક વંદન
1. “ઈચ્છામિ ખમાસમણોનો અર્થ સૂત્રસંવેદના ભા. ૧માંથી જોવો.