________________
પડિક્કમણ ઠાવણા સૂત્ર
CTC
સૂત્ર પરિચય :
8
પાપથી પાછા ફરવાની ક્રિયાને પ્રતિક્રમણ કહેવાય છે. આ સૂત્ર દ્વારા પ્રતિક્રમણક્રિયાની સ્થાપના થાય છે, તેથી તેનું નામ ‘પ્રતિક્રમણ સ્થાપના સૂત્ર’ છે. પ્રતિક્રમણના સારભૂત આ સૂત્રને ‘લઘુ પ્રતિક્રમણ સૂત્ર’ પણ કહેવાય છે. વળી, સંપૂર્ણ પ્રતિક્રમણનો આ સૂત્રમાં ટૂંકમાં સમાવેશ થતો હોવાથી ‘ધર્મસંગ્રહ’માં આ સૂત્રનો ઉલ્લેખ ‘સકલ પ્રતિક્રમણ બીજ' રૂપે પણ કર્યો છે.
કોઈપણ વસ્તુની રજૂઆત કરતાં પહેલાં એ વસ્તુના વિષયનો નિર્દેશ, પછી સામાન્ય વિગત અને પછી એ વસ્તુની વિસ્તૃત વિચારણા કરવામાં આવે છે. પ્રતિક્રમણની ક્રિયામાં પણ આ જ પદ્ધતિ અપનાવાઈ હોય તેવું લાગે છે.
સૌ પ્રથમ, પ્રતિક્રમણ કયા વિષયનું ક૨વાનું છે, તે આ સૂત્ર દ્વારા જણાવ્યું છે, ત્યારપછી પ્રતિક્રમણની સામાન્ય વિગત ‘ઈચ્છામિ ઠામિ સૂત્ર'માં જણાવી છે, અને વિસ્તૃત વિગત ‘વંદિત્તુ સૂત્ર'માં જણાવી છે. વંદિત્તુમાં જણાવેલી વિગતોને પણ સૌ કોઈ સમજી શકે તે માટે ગુજરાતી ભાષામાં વિસ્તારથી ‘અતિચારમાં વર્ણવેલી છે. આમ એક-એકનો વિસ્તાર પછી પછીના સૂત્રમાં થયેલ છે.
અનાદિ સંસ્કારોને કારણે જીવ માટે પાપનો પરિણામ થવો સહજ છે, પરંતુ પાપથી પાછા ફરીને સ્વભાવમાં (સ્વસ્થાનમાં) સ્થિર થવા માટેનો યત્ન સાધક માટે પણ સહેલો નથી. આથી જ પ્રતિક્રમણની ક્રિયા કરતાં પહેલાં પરમ ઉપકારી