________________
સૂત્રસંવેદના-૩
પરમાત્માની સ્તવનારૂપ ચાર થોયનું દેવવંદન કરી, ત્યારબાદ ચાર ખમાસમણ દેવા પૂર્વક ગુરુને વંદના કરવા સ્વરૂપ મંગલાચરણ કરાય છે. આ રીતે દેવ-ગુરુને વિંદના કરી, તેમની કૃપાનું પાત્ર બની, પ્રતિક્રમણનો પ્રારંભ કરતી વખતે મસ્તકને પૃથ્વી ઉપર અને જમણા હાથને ચરવળા ઉપર સ્થાપન કરી, મુખવસ્ત્રિકા યુક્ત ડાબા હાથને મુખ આગળ રાખીને આ સૂત્ર બોલાય છે. આવી મુદ્રાથી સાધકને “હું મારી જાતને પ્રતિક્રમણમાં સ્થાપિત કરું છું' એવો બોધ સ્પષ્ટ થાય છે. - આ સૂત્ર વંદિતુ સૂત્ર બોલતાં પહેલાં પણ પ્રતિક્રમણની અનુજ્ઞા મેળવવા બોલાય છે.
આવશ્યકનિયુક્તિમાં, પ્રતિક્રમણઆવશ્યકમાં, ધર્મસંગ્રહમાં તથા યોગશાસ્ત્ર આદિ ગ્રંથોમાં આ સૂત્રનો ઉલ્લેખ અને ટીકા છે. મૂળ સૂત્ર : इच्छाकारेण संदिसह भगवन् ! देवसिअ पडिक्कमणे ठाउं ?
છે ! , सब्बस्स वि देवसिअ दुझिंतिअ दुब्भासिअ दुचिट्ठिअ
मिच्छा मि दुक्कडं ।
અક્ષર - ૨૬ , અન્વય સહિત સંસ્કૃત છાયા અને શબ્દાર્થ :
भगवन् ! देवसिअ पडिक्कमणे ठाउं ? इच्छाकारेण संदिसह । भगवन् ! देवसिक प्रतिक्रमणे स्थातुम् / तिष्ठामि ? इच्छाकारेण संदिशत ।
*હે ભગવંત ! દેવસિક પ્રતિક્રમણમાં રહેવા માટે (હું ઈચ્છું છું). (આપ મને) સ્વેચ્છાથી અનુજ્ઞા આપો !
ૐ . રૂછામિ ! (અનુજ્ઞાના સ્વીકારમાં બોલાયેલ આ શબ્દ છે, અર્થાત્ આપની અનુજ્ઞા મુજબ) હું આ કાર્ય કરવા ઈચ્છું છું. - “સા' ની સંસ્કૃત છાયા સ્થાતુન્ અથવા તિષ્ઠામ થઈ શકે છે.