________________
પરિક્રમણ ઠપણા સૂત્ર
देवसिअ दुचिंतिय दुब्भासिय दुश्चिट्ठिअ सव्वस्स वि मिच्छा मि दुक्कडं । देवसिकस्य दुश्चिन्तितस्य दुर्भाषितस्य दुश्चेष्टितस्य सर्वस्य अपि मिथ्या मे दुष्कृतम् ।। દિવસ દરમ્યાન મનથી જે દુષ્ટ ચિંતન થયું, વાણીથી જે દુષ્ટ ભાષણ થયું અને કાયાથી જે દુષ્ટ ચેષ્ટા થઈ તે સર્વ પણ મારું પાપ મિથ્યા થાઓ. વિશેષાર્થ :
इच्छाकारेण संदिसह भगवन् ! देवसिअ पडिक्कमणे ठाउं ? '3 ભગવંત! આપ મને દેવસિક પ્રતિક્રમણમાં સ્થિર થવા માટે સ્વેચ્છાએ આજ્ઞા આપો.
હે ભગવંત!” આ શબ્દ ઉપકારી ગુણવાન ગુરુભગવંતના સંબોધનમાં વપરાયો છે. નજર સમક્ષ રહેલ કે સ્મૃતિ સમક્ષ રહેલ ગુરુભગવંતને ઉદ્દેશીને સાધક કહે છે : “હે ભગવંત ! દિવસ દરમ્યાન મારા મન, વચન, કાયાથી જે જે પાપો થયાં છે, તે યોગ્ય થયું નથી; કેમ કે તેના કટુ વિપાકો મારે જ સહન કરવાના છે. આ પાપોથી અને આ પાપના સંસ્કારોથી, મારે મારા આત્માને પાછો વાળી નિષ્પાપ ભાવમાં સ્થાપન કરવાનો છે. હે ભગવંત! પ્રતિક્રમણની આ ક્રિયા માટેની મારામાં યોગ્યતા જણાતી હોય તો આપ મને સ્વેચ્છાથી આજ્ઞા આપો, બળાત્કારથી નહિ.”
પ્રતિક્રમણ જેવાં શુભ કાર્યો કરતાં પહેલાં ગુણવાન ગુરુભગવંતને તે કાર્ય સંબંધી ઈચ્છા જણાવવી અને તે સંબંધી ગુર્વાજ્ઞા પ્રાપ્ત કર્યા પછી જ તે કાર્યનો પ્રારંભ કરવો, એ જૈનશાસનની વિશિષ્ટ પ્રકારની મર્યાદા અને વિનય છે. આ મર્યાદાના પાલનથી અહંકારાદિ દોષો નાશ પામે છે અને નમ્રતાદિ ગુણો પ્રગટ થાય છે.
શિષ્યની પ્રતિક્રમણ કરવાની ઈચ્છા અને યોગ્યતાને જાણી, પ્રતિક્રમણને યોગ્ય અવસર હોય તો અનુજ્ઞા આપતાં ગુરુભગવંત કહે : [* ] - તું તારા આત્માને પ્રતિક્રમણમાં સ્થિર કર.
આ શબ્દ સાંભળી પોતાના આ કાર્યમાં ગુરુભગવંતની સંમતિ છે, તેમ માની આનંદપૂર્વક વિનયી શિષ્ય-શ્રાવક, ગુરુની આજ્ઞાના સ્વીકારરૂપે કહે : ફર્જી ભગવંત, આપની આજ્ઞા મને પ્રમાણ છે. આ શબ્દ દરેકે અવશ્ય બોલવો જોઈએ.