________________
સૂત્રસંવેદના-૩
હવે પાપથી પાછા ફરવાની ઈચ્છાવાળો શિષ્ય પ્રતિક્રમણ કરતાં કહે : सव्वस्स वि देवसिअ दुचिंतिअ दुब्भासिअ दुचिट्ठिअ मिच्छा मि તુરનું । દિવસ દરમ્યાન દુષ્ટ ચિંતનથી, દુષ્ટ વાણીથી અને દુષ્ટ ચેષ્ટાથી જે સર્વ પણ અતિચારોનું સેવન થયું હોય તે સંબંધી મારું પાપ મિથ્યા થાઓ.
યુક્રિતિજ્ઞ - આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનું કારણ બને, સ્વીકારેલાં વ્રતોમાં માલિન્ય પેદા કરાવે અને આત્માનું અહિત કરે, તેવી મનની વિચારણાને (ચિંતનને) દુષ્ટ ચિંતન કહેવાય છે.
दुभासिअ ક્રોધાદિ કષાયોને આધીન થઈ, પાંચે ઇન્દ્રિયોને વશ થઈ, સંજ્ઞાઓ આદિને ૫૨વશ બની વ્રત-મર્યાદાનો બાધ કરે, પોતાની ભૂમિકા ભુલાવે, કુળમર્યાદા ચુકાવે તેવા વચનનો પ્રયોગ કરવો તે દુષ્ટ ભાષણ છે. અથવા સ્વ-પરને અહિતકારી, કર્કશ, અપ્રિય કે હિંસક વચનો પણ દુષ્ટ ભાષણ કહેવાય છે.
યુøિટ્વિન - હિંસાદિનું કારણ બને તેમ અજયણાથી ચાલવું, દોડવું, કૂદવું, હરવું, ફરવું વગેરે અનેક પ્રકારની અહિતકારી કાયિક ચેષ્ટાઓને દુષ્ટ ચેષ્ટા કહેવાય છે.
આ રીતે અહીં માત્ર ત્રણ પદોમાં પ્રતિક્રમણ શેનું કરવાનું છે, તેનું સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. આ ટૂંકા વર્ણનમાં અનેક દૃષ્ટિબિંદુઓ અને પેટા ભેદો સમાઈ જાય છે. જ્યાં સુધી પોતાના ખરાબ વિચારો, ખરાબ વાણી કે ખરાબ વર્તન પ્રત્યે દિલગીરી-પસ્તાવો-તિરસ્કાર ન થાય ત્યાં સુધી પ્રતિક્રમણનો પ્રારંભ જ થઈ શકતો નથી. આ સૂત્ર દ્વારા એ દુષ્ટ વિચારો, દુષ્ટ વાણી અને દુષ્ટ ચેષ્ટાઓ પ્રત્યેનો એક તીવ્ર તિરસ્કાર ઉત્પન્ન કરવાનો છે અને એટલે જ આ સૂત્રને પ્રતિક્રમણનું બીજ કહેવાયું છે. પાપ પ્રત્યે નફરતની આ ભાવના ઉપર સંપૂર્ણ પ્રતિક્રમણની સફળતાનો આધાર છે.
દિવસ દરમ્યાન મન, વચન, કાયાથી કોઈપણ પ્રકારના દુષ્ટ વિચારો, દુષ્ટ વાણી અને દુષ્ટ ચેષ્ટા થઈ હોય તે સર્વેને આ ત્રણ પદના ઉચ્ચારણ સાથે સ્મરણમાં લાવી અંતઃકરણપૂર્વક ‘મિચ્છા મિ દુક્કડં' આપવાનું છે. પાપ કરતાં જેટલા તીવ્ર અશુભ ભાવ થયા હોય તેનાથી વધુ તીવ્ર શુભ ભાવ આ પદ બોલતાં પેદા થાય તો થયેલ-કરેલ પાપ મિથ્યા થઈ શકે છે.
1- ‘મિચ્છા મિ દુક્કડં’નો વિશેષ અર્થ સૂત્રસંવેદના ભાગ-૧માં સૂત્ર નં. ૫ માંથી જોવો.