________________
‘ઈચ્છામિ ઠામિ' સૂત્ર
સૂત્ર
પરિચય :
આ સૂત્ર દ્વા૨ા દિવસ દરમ્યાન લાગેલા અતિચારોનું આલોચન કરવામાં આવતું હોવાથી આ સૂત્રનું બીજું નામ ‘અતિચાર આલોચના' સૂત્ર છે.
ઇમારતમાંથી ખરતી એક કાંકરીની પણ જો ઉપેક્ષા ક૨વામાં આવે તો જેમ એક દિવસ આખે આખી ઇમારત જમીનદોસ્ત થઈ જાય છે, તેમ લીધેલાં વ્રતોમાં જો વારંવાર દોષ લાગ્યા કરે અને તેની ઉપેક્ષા કરવામાં આવે તો સ્વીકારેલાં વ્રતોનો પણ એક દિવસ સર્વથા વિનાશ થઈ જાય છે. આ વ્રતવિનાશ દુરંત સંસારનું કારણ બને છે.
આથી જ વ્રતધારી શ્રાવકોએ પોતાના વ્રતમાં ક્યાંય સ્ખલના ન થાય, તેની સતત કાળજી રાખવી જોઈએ; આમ છતાં અનાદિ અભ્યસ્ત પ્રમાદાદિ દોષોને કા૨ણે અતિચાર લાગવાની સંભાવના રહે છે. લાગેલા આ અતિચારોના સ્મરણ તથા શોધનપૂર્વક આત્મશુદ્ધિ ક૨વા ઉત્સુક એવો સાધક સૌ પ્રથમ ‘ચ્છામિ મિ ડિસ્કમાં' પદો પૂર્વક આ સૂત્ર બોલી કાયોત્સર્ગમાં રહે છે, અને કાયોત્સર્ગ દરમ્યાન ‘નામ્મિ’ વગેરે સૂત્રના સહારે જ્ઞાનાદિ ગુણોમાં જ્યાં જ્યાં દોષો લાગ્યા હોય તેનું ચિંતન કરે છે. ચિંતવેલા તે અતિચારોને સ્મૃતિપટ પર અંકિત કરી, ત્યારપછી કાઉસ્સગ્ગ પા૨ી તે અતિચારોની આલોચના કરવા વિનયપૂર્વક ગુરુભગવંતને વંદના કરી, અનુજ્ઞા માંગી, બીજીવાર રેવસિ ં આજોવું એ પદો સહિતના આ સૂત્ર દ્વારા ચિંતન કરીને યાદ રાખેલા તે અતિચારોને ગુરુભગવંત પાસે પ્રગટ કરે છે, જેને શાસ્ત્રીય પરિભાષામાં આલોચના પ્રાયશ્ચિત્ત કહેવામાં