________________
૧૦
સૂત્રસંવેદના-૩
આવે છે. ત્યારપછી શ્રાવકો જ્યારે “વંદિત્ત' સૂત્ર અને શ્રમણ ભગવંતો “પગામ સક્ઝાય” બોલી પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત કરે છે, તેની પૂર્વે ત્રીજી વખત આ સૂત્ર બોલે છે. તે વખતે દોષોથી પાછા વળવા “રૂછામિ પડીમાં પદો સહિત આ સૂત્ર બોલી સામાન્યથી પાપનું પ્રતિક્રમણ કરે છે અને ત્યારપછી વિશેષથી પાપોનું પ્રતિક્રમણ કરવા “વંદિત' સૂત્ર બોલે છે. વળી કાયોત્સર્ગ આવશ્યક કરવા પૂર્વે પ્રતિક્રમણમાં ચોથી વાર આ સૂત્ર બોલાય છે. તે વખતે પુનઃ ‘રૂછામિ મિડપદો સહિત આ સૂત્ર ઉચ્ચારાય છે, જેનાથી ફરી એક વાર અતિચારોની શુદ્ધિથી આત્માને વધુ નિર્મળ કરવાનો પ્રયત્ન કરાય છે. આમ આ એક જ સૂત્ર ત્રણ પ્રકારના પદોના ફેરફાર પૂર્વક પ્રતિક્રમણની ક્રિયામાં ચાર ચાર વાર ઉપયોગમાં લેવાય છે.
અત્યંત દુઃખી હૃદયે, તે તે દોષો પ્રત્યે તીવ્ર તિરસ્કારપૂર્વક અને પુનઃ આવા અતિચાર-દોષનું સેવન ન થાય તેવા સંકલ્પ સાથે આ સૂત્રના એકે એક શબ્દો એ રીતે બોલવા જોઈએ કે દોષોને કારણે થયેલી વ્રતની અલના દૂર થાય, બંધાયેલાં પાપકર્મોનો નાશ થાય અને પ્રમાદાદિ દોષોના સંસ્કારો નબળા પડે.
અતિચારની આલોચના માટેના આ સૂત્રમાં સૌ પ્રથમ શેનાથી પાપ થયું ? અને કેવા કેવા પ્રકારે પાપ થયું છે ? તે જણાવ્યું છે. ત્યારબાદ જે ગુણના પોષણ માટે વ્રત-નિયમો સ્વીકાર્યા છે, તે જ્ઞાનાદિગુણોવિષયક અતિચારોનું આલોચન છે, અને અંતે શ્રાવકે સ્વીકારેલાં બારે વ્રતોમાં જે ખંડના-વિરાધના થઈ હોય તેનું “મિચ્છા મિ દુક્કડ' દેવામાં આવ્યું છે.
દેવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક - આ પાંચેય પ્રતિક્રમણમાં આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે, અને ત્યારે તે તે સ્થાને ‘સિ' ના બદલે “રાફ’ વગેરે બોલાય છે.
આ સૂત્રનો ઉપયોગ શ્રાવક અને સાધુવર્ગ બન્ને કરે છે, પરંતુ શ્રમણ ભગવંતો જ્યારે આનો ઉપયોગ કરે છે ત્યારે તેમના વ્રત-નિયમને અનુરૂપ શબ્દપ્રયોગ કરે છે. અહીં શ્રાવકપ્રતિક્રમણને લક્ષમાં રાખેલું હોવાથી અને શ્રમણ સૂત્રોનું અન્યત્ર વિવેચન કરવાની ભાવના હોવાથી, શ્રમણવિષયક સૂત્રના શબ્દનું વિવેચન અહીં કરેલ નથી.
1 . एतञ्चातिचारसूत्रं सामायिकसूत्रानन्तरमतिचारस्मरणार्थ उच्चारितुं, पुनर्वन्दनकानन्तरं गुरोः
स्वातिचारज्ञापनार्थमधीतं, इह तु प्रतिक्रमणाय, पुरतस्तु पुनरतिचारा-शुद्धविमलीकरणार्थमुञ्चारयिष्यते ।
- ધર્મસંગ્રહની ટીકા