________________
સૂત્રસંવેદના-૩
અનાભોગથી કે સહસાત્કારથી સંસારની કોઈ ક્રિયાનું સ્મરણ થઈ આવે અથવા બિનજરૂરી વાતચીતમાં મન ચાલ્યું જાય કે જેના કારણે સમભાવની વૃદ્ધિ અર્થે કરેલ સામાયિકમાં સ્ખલના થાય કે દોષ લાગી જાય, તેવી પ્રવૃત્તિઓ વ્રતખંડનરૂપ છે.
૩૪
‘હું સામાયિકમાં છું’ ‘નિરર્થક વાતો ક૨વાથી મારી પ્રતિજ્ઞાનો ભંગ થાય' – આવું જાણવા છતાં મજેથી વિકથામાં જોડાવું, કે પાણી, અગ્નિ, વાયુ આદિની વિરાધના થાય તેવી પ્રવૃત્તિ કરવી તે વિરાધના છે.
ટૂંકમાં અનાભોગ કે સહસાત્કારથી સાવઘનું સ્મરણ કે તેમાં પ્રવર્તન તે ખંડન છે, અને જાણી જોઈને વ્રતની ઉપેક્ષા કરી અનુચિત વર્તન કરવું તે વિરાધના છે, અને પ્રતિજ્ઞાનો પૂર્ણ ભંગ થાય તેવી પ્રવૃત્તિ ક૨વી તે વ્રતભંગ છે.
કોઈપણ વ્રતમાં અનાભોગથી કે પ્રમાદાદિ દોષને કારણે જે ખંડનાવિરાધના થઈ હોય તેનું આ રીતે આલોચના અને પ્રતિક્રમણ દ્વારા ‘મિચ્છા મિ દુક્કડં' આપવાનું છે, અને વ્રતભંગ થયો હોય તેનું પ્રાયશ્ચિત્ત વિશેષ પ્રકારે ગુરુભગવંત પાસે ક૨વાનું છે.