________________
તાણંમિ દંસણમ્મિ સૂત્ર
નાણંમિ હંસણમ્મિ સૂત્ર
OCCO
૩૫
સૂત્ર પરિચય :
મોક્ષનો અનન્ય ઉપાય જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયી છે. આ રત્નત્રયીની પ્રાપ્તિ અને વૃદ્ધિ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારરૂપ પાંચ આચારના પાલનથી થાય છે. આથી સાધુભગવંતો સતત અને શ્રાવકો સમય અને શક્તિની સાનુકૂળતા મુજબ આ જ્ઞાનાચાર આદિ પાંચ આચારોનું પાલન કરે છે. આ પાંચે આચારોનું પાલન ન કરવું કે વિપરીત પાલન કરવું તે જ્ઞાનાદિ ગુણોમાં વિઘ્નકા૨ક બને છે. આ કારણે પ્રતિક્રમણ કરતી વખતે શ્રાવકો આ સૂત્રની એક એક ગાંથાના માધ્યમે પાંચે આચારમાં કયા કયા અતિચારો (દોષો) લાગ્યા તેનું ચિંતન કરે છે. તેથી આ સૂત્ર ‘અતિચાર આલોચના' સૂત્ર પણ કહેવાય છે.
સામાન્યથી નિયમ એવો છે કે સદ્ આચારો વિના સવિચાર ટકતા નથી અને સવિચા૨ વિના સદ્ગુણોની પ્રાપ્તિ થઈ શકતી નથી. આ સદ્ગુણોની પ્રાપ્તિ માટે અનેક ધર્મશાસ્ત્રોમાં અનેક પ્રકારની સત્પ્રવૃત્તિઓ બતાવવામાં આવી છે; પરંતુ મોક્ષમાર્ગને અનુરૂપ જે આચારો જૈનશાસ્ત્રોમાં બતાવ્યા છે, તેવા આચારો બીજે ક્યાંય જોવા મળતા નથી.
આચાર કોને કહેવાય ? અને સામાન્યથી આચારો કેટલા છે ? તેનો નામ સાથે ઉલ્લેખ આ સૂત્રની પ્રથમ ગાથામાં ક૨વામાં આવ્યો છે. ધનની રુચિવાળાને જેમ ધનસંબંધી વાતો પ્રીતિ ઉપજાવે છે, તેમ મોક્ષ પ્રત્યે રુચિ ધરાવનારને આ આચારોનાં નામ પણ આનંદદાયી લાગે છે.