________________
સૂત્રસંવેદના-૩
મોક્ષના મહાસુખને માણવા સૌ પ્રથમ મોક્ષ શું છે? તેમાં બાધક તત્ત્વો કયાં છે ? તેની જાણકારી અનિવાર્ય છે. મોક્ષ એટલે બીજું કાંઈ નહિ, આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ.. આપણો આત્મા પણ અતીન્દ્રિય છે અને આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં બાધક બને તેવાં તત્ત્વો પણ અતીન્દ્રિય છે. અતિન્દ્રિય એવા આ પદાર્થોનું જ્ઞાન સર્વજ્ઞભગવંતના શાસ્ત્ર વિના ક્યાંય મળતું નથી. આ શાસ્ત્રજ્ઞાન મેળવવા માટે જે સત્યવૃત્તિ કરવી જરૂરી છે તેનું નામ જ્ઞાનાચાર છે. આ સત્યવૃત્તિના સામાન્યથી આઠ પ્રકારો છે, જે આ સૂત્રની બીજી ગાથામાં બતાવવામાં આવ્યા છે.
આ આચારોના માધ્યમે શાસ્ત્રજ્ઞાન મેળવ્યા પછી પણ તે જ્ઞાન પ્રત્યેની શ્રદ્ધા અતિ જરૂરી છે. શ્રદ્ધા વિનાનું અનેક શાસ્ત્રોનું જ્ઞાન પણ શ્રેયમાર્ગે આગળ વધવા દેતું નથી. શ્રદ્ધા વિનાનું જ્ઞાન સજ્ઞાન બનતું નથી. આથી આ શ્રદ્ધાને પ્રાપ્ત કરવા અને વધુ દૃઢ કરવા જે આચારોનું પાલન કરવું જરૂરી છે, તેને દર્શનાચાર કહેવાય છે. તેના આઠ પ્રકારો આ સૂત્રની ત્રીજી ગાથામાં બતાવવામાં આવ્યા છે. '
જ્ઞાન અને શ્રદ્ધા પ્રાપ્ત થયા પછી પણ જ્યાં સુધી મન અને ઇન્દ્રિયોને ખોટા માર્ગેથી પાછાં વાળી, સુખકારક સંયમના માર્ગમાં સ્થિર કરવામાં ન આવે, ત્યાં સુધી મોક્ષના સુખની ઝાંખી પણ થઈ શકતી નથી. મોક્ષના આંશિક સુખને માણવા, મન-ઇન્દ્રિયને સ્થિર કરી આત્માભિમુખ બનાવવા, જે આચારોનું પાલન કરવું જરૂરી છે, તેને ચારિત્રાચાર કહેવાય છે અને તેના આઠ પ્રકારનું વર્ણન આ સૂત્રની ચોથી ગાથામાં કરવામાં આવ્યું છે.
ચારિત્રનો એક વિશેષ પ્રકાર તપ કહેવાય છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે : તપસી નિર્જરા ' અર્થાત્ તપ કરવાથી કર્મના સંવર અને નિર્જરા થાય છે. મોક્ષમાર્ગમાં બાધક તત્ત્વોનો વિનાશ અને જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ આ તપ દ્વારા થાય છે. આ તપ કઈ રીતે અને કેવા ભાવથી કરવો જોઈએ, તે વાત પાંચમી ગાથામાં જણાવી છે. વળી આ તપધર્મના બાહ્ય અને અંતરંગ પ્રકારોનું વર્ણન આ સૂત્રની છઠ્ઠી અને સાતમી ગાથામાં કર્યું છે. - તન, મન અને ધનની શક્તિના સદ્ભય વિના આ એક પણ આચારનું પાલન શક્ય નથી. પાંચે આચારમાં આ શક્તિનો વપરાશ કઈ રીતે કરવો અને કેટલો કરવો, તે બતાવતા આચારનું નામ વીર્યાચાર છે. આ વીર્યાચારના પૂર્ણ પાલનપૂર્વક જ્ઞાનાદિ ગુણો માટે યત્ન થાય તો તે તે ગુણોની પ્રાપ્તિ અને વૃદ્ધિ સારી રીતે થઈ શકે છે. આથી સર્વ ગુણોને પ્રાપ્ત કરવા માટે આ આચારને સારી રીતે સમજી, તેનું