________________
ઈચ્છામિ ઠામિ સૂત્ર
૩૩
સ્થૂલથી હિંસા વિરમણ, જૂઠ વિરમણ, ચોરી વિરમણ, સ્વદારાસંતોષ અને મૈથુન વિરમણ તથા “પરિગ્રહના પરિમાણનો નિયમ કરવો તે પાંચ અણુવ્રતો છે.
તિËપુર્બિયા - ત્રણ પ્રકારના ગુણવ્રતોનું, (જે કોઈ ખંડન કે વિરાધન થયું હોય તેનું મિચ્છા મિ દુક્કડં)
અણુવ્રતોને ગુણ કરનાર વ્રતને ગુણવ્રત કહેવાય છે. ૧ - દિશાનું પરિમાણ કરવું અર્થાત્ દરેક દિશામાં જવા-આવવાની સીમા નિર્ધારિત કરવી. ૨ – ભોગઉપભોગની સામગ્રીમાં નિયમન કરવું. ૩ - અનર્થદંડનો ત્યાગ કરવો અર્થાત્ જેમાં આત્મા નિષ્કારણ દંડાય એવી ક્રિયાનો ત્યાગ કરવો : આ ત્રણ ગુણવ્રત છે.
૨૩ખું સિવઘાવિયા - ચાર પ્રકારના શિક્ષાવ્રતનું (જે કોઈ ખંડન કે વિરાધન થયું હોય તેનું મિચ્છા મિ દુક્કડં)
સંયમજીવનનું શિક્ષણ-શિક્ષા જેનાથી પ્રાપ્ત થાય તેને શિક્ષાવ્રત કહેવાય છે. સર્વવિરતિને ઝંખતો શ્રાવક પોતાની અનુકૂળતા મુજબ ૧ - સામાયિક, ૨ – દેશાવગાસિક, ૩ - પૌષધોપવાસ અને ૪ - અતિથિસંવિભાગ : આ ચાર વ્રતોને સ્વીકારતો હોય છે.
શક્તિ છતાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતોનો સ્વીકાર ના કર્યો હોય, સ્વીકારીને તેનું યથાયોગ્ય પાલન ન કર્યું હોય, તેમ જ તેનું સ્મરણ પણ ન કર્યું હોય તે સર્વ, વ્રતવિષયક અતિચાર છે.
बारसविहस्स सावगधम्मस्स जं खंडिअंजं विराहिअंतस्स मिच्छा મિ સુવુિં* - બાર પ્રકારના શ્રાવકધર્મનું જે કાંઈ ખંડન કે વિરાધન કર્યું હોય તેનું (હે ભગવંત !) હું મિચ્છા મિ દુક્કડ' દઉં છું.
ગ્રહણ કરેલા વ્રત, નિયમ કે પ્રતિજ્ઞાનો આંશિક ભંગ તે ખંડના છે, અને સર્વથા ભંગ તે વિરાધના' છે. જેમ કે, સામાયિકવ્રતનો સ્વીકાર કરીને શ્રાવકે સ્વાધ્યાયાદિમાં જ રત રહેવું જોઈએ. સ્વાધ્યાયમાં રત એવા શ્રાવકને પણ
20 - મિચ્છામિ દુક્ષ૬ નો વિશેષ અર્થ “સૂત્ર સંવેદના' ભા. ૧માંથી સૂત્ર નં. ૫માં જોવો. 21 - यत्खण्डितं देशतो भग्नं विराधितं सुतरां भग्नं न पुनरभावमापादितं ।
- આવશ્યકનિર્યુક્તિ