________________
સૂત્રસંવેદના-૩
કાઢવા તત્વ પ્રત્યેનો રાગ તથા રુચિ વધારવાના છે, અને અતત્ત્વ પ્રત્યે અરુચિઅણગમો કરવાનો છે. આ રીતે ભૂમિકા અનુસાર પ્રશસ્ત રાગ-દ્વેષ ન કરવા, તે ક૨વા યોગ્ય કષાયો ન કરવા સ્વરૂપે કષાયોનું ખંડન છે.
૩૨
કષાયો હેય છે, આત્મા માટે અહિતકારી છે તેમ શાસ્ત્રકારો કહે છે, છતાં પણ કષાયોને તેવા ન માનવા; આખી દુનિયા કષાયોથી જ ચાલે છે, કષાયોની સફળતામાં જ આનંદ છે, તેની જ વૃદ્ધિ માટે દુનિયા મહેનત કરે છે, માટે આ કષાયો કંઈ છોડવા જેવા નથી - આવું માની ભગવાને કષાયોને જેવા કહ્યા છે તેવા ન માનવા એ કષાયો પ્રત્યેની અશ્રદ્ધા સ્વરૂપે કષાયોનું ખંડન છે.
લાંબું વિચાર્યા વગર વાત વાતમાં એવું કહેવું કે, ‘સંસારમાં રહેવું હોય તો રાગ તો કરવો પડે, નહીં તો સંસારમાં મજા શું ? દરેકને અંકુશમાં રાખવા હોય તો ક્રોધ તો કરવો જોઈએ, દુનિયામાં હોશિયાર ગણાવું હોય તો સિફતથી માયા કરતાં તો આવડવી જ જોઈએ, દુનિયામાં સર્વત્ર પૈસાનું જોર ચાલે છે માટે વિપુલ પ્રમાણમાં ધન હોવું જરૂરી છે, માન ન હોવું જોઈએ પણ સ્વાભિમાન તો હોવું જોઈએ' - આવી વાતો કરવી કે કોઈને આવું સમજાવવું તે કષાયો સંબંધી વિપરીત પ્રરૂપણા છે. આવી વિપરીત પ્રરૂપણા પણ કષાયોનું ખંડન છે.
આ પદ બોલતાં દિવસ દરમ્યાન જે કષાયો નથી કરવાના તે કષાયો વારંવાર કર્યા હોય, દેવ-ગુરુ આદિની પ્રીતિરૂપ જે કષાયો કરવા યોગ્ય હોય તેની ઉપેક્ષા કરી હોય, પ્રતિષિદ્ધ કષાયોને ક૨વા યોગ્ય માની તેને સતત પાળ્યા અને પોષ્યા હોય, કષાયોની બાબતમાં અનેક રીતે વિપરીત ઉપદેશ આપ્યો હોય, તે સર્વ પ્રકારના કષાયો સંબંધી થયેલા દોષોને સ્મરણમાં લાવી, તે દોષોનું પુનઃ પુનઃ સેવન ન થાય તે રીતે તેનું ‘મિચ્છા મિ દુક્કડં’ આપવાનું છે.
પંચમભુત્ત્વવાળ – પાંચ અણુવ્રતોનું, (જે કોઈ ખંડન કે વિરાધન થયું
હોય તેનું મિચ્છા મિ દુક્કડં)
19- પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ બારેબાર વ્રતનું સ્વરૂપ ‘વંદિત્તુ॰ સૂત્ર’માંથી જોઈ લેવું. વિસ્તારના ભયથી અહીં લીધું નથી.
સાધુ-સાધ્વીજી ભગવંતો માટે અહીંથી આ સૂત્ર અલગ પડે છે. તેમાં ‘પંચદં મહવ્વયાળ, છઠ્ઠું जीवनिकायाणं, सत्तण्हं पिण्डेसणाणं, अट्ठण्हं पवयणमाउणं, नवण्हं बंभचेरगुत्तीणं, दसविहे સમળધમ્મે, સમળાનું નોવાળ' આવો પાઠ છે. તેઓ પાંચ મહાવ્રત,છ જીવનિકાય, સાત પ્રકારની અન્ન-પાણીની એષણા, આઠ પ્રવચનની માતા,નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિ અને દશ પ્રકારના શ્રમણ ધર્મમાં જે કોઈ ખંડન-વિરાધન થયું હોય તેનું ‘મિચ્છામિ દુક્કડં’આ શબ્દો દ્વારા આપે છે.