________________
ઈચ્છામિ ઠામિ સૂત્ર
૩૧
કષાયોનો નાશ કરવાનો પ્રયત્ન હોવા છતાં સાધક અવસ્થામાં નિમિત્ત મળતાં ક્યારેક કષાયો ઊઠે છે અને સાધકને પોતે સ્વીકારેલા વ્રત-નિયમ આદિની મર્યાદા ચુકાવે છે. •
આ રીતે કષાયોને કારણે વ્રતાદિનું ખંડન થાય છે, તે તો સમજાય તેવું છે; પરંતુ આ પદ દ્વારા કષાયોથી થતું વ્રતાદિના ખંડનનું “
મિચ્છા મિ દુક્કડ' આપવાનું નથી પણ કષાયોનું જે ખંડન થયું હોય તેનું “મિચ્છા મિ દુક્કડ' આપવાનું છે. તેથી પ્રશ્ન થાય કે કષાયોનું ખંડન વળી કેવી રીતે થાય ? આનું સ્પષ્ટીકરણ આવશ્યકનિયુક્તિદીપિકા, યોગશાસ્ત્ર, ધર્મસંગ્રહ આદિ ગ્રંથોમાં કરેલ છે. તેમાં ધર્મસંગ્રહના કર્તા પ.પૂ. માનવિજયજી મહારાજે જણાવ્યું છે કે પ્રતિષિદ્ધ કષાયનું કરણ, કરવા યોગ્ય કષાયનું અકરણ, કષાયના સ્વરૂપ પ્રત્યે અશ્રદ્ધા અને તે સંબંધી વિપરીત પ્રરૂપણા: આ સર્વે કષાયોના ખંડન સ્વરૂપ છે અને તેથી અકરણીય છે.
જેમ કે, સાધુ-સાધ્વીજી ભગવંતોએ પણ શિષ્યની સારણા-વારણા આદિ કરવાના અવસરે ક્યારેક ક્રોધ કરવો પડે, અથવા નિમિત્તાધીન બની તેમનાથી પણ જ્યારે ક્રોધાદિ કષાયો થઈ જાય ત્યારે પણ ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે પોતાની ભૂમિકામાં માત્ર સંજ્વલન કષાયો જ સંતવ્ય કહેવાય. ક્યારેક જો આ મર્યાદા ચુકાઈ જાય અને કષાયોની તીવ્રતા વધી જાય અને તે કષાયો જો પ્રત્યાખ્યાનીય કે અપ્રત્યાખ્યાનીય કક્ષાના બની જાય તો તે પ્રતિષિદ્ધ કષાયના કરણ સ્વરૂપે કષાયોનું ખંડન કહેવાય.
તેવી જ રીતે શ્રાવક-શ્રાવિકાઓએ પણ ધ્યાન રાખવું જોઈએ કે કરવા પડે અને કષાયો કરે કે નિમિત્ત મળતાં કષાયો થઈ જાય, તો તેમની ભૂમિકા પ્રમાણે પ્રત્યાખ્યાનય કે અપ્રત્યાખ્યાન કષાયો જ ક્ષેતવ્ય છે. તેનાથી નીચે ઊતરી જવાય અને જો એનંતાનુબંધી કષાય થઈ જાય તો તે પણ ન કરવા યોગ્ય કષાયો કરાયા હોવાથી તે પણ પ્રતિષિદ્ધના કરણ સ્વરૂપે કષાયોનું ખંડન છે.
કાંટો જેમ કાંટાથી જ નીકળી શકે છે, તેમ અમુક ભૂમિકામાં કષાયોના નાશ માટે કષાયોનો જ સહારો લેવો પડે છે. આવા કષાયોને કરવા યોગ્ય કષાયો અથવા પ્રશસ્ત કષાયો કહેવાય છે. શાસ્ત્રકારોએ અમુક ભૂમિકામાં તો આવા કષાયો કરવાનું વિધાન કર્યુ છે. જેમ કે, સંસાર, સંસારની સામગ્રી અને સંસારના સંબંધોના રોગને તોડવા શ્રાવક-શ્રાવિકાઓને દેવ-ગુરુ-ધર્મ અને ધર્મની સામગ્રી પ્રત્યે રાગ કરવા યોગ્ય છે. સાધુ-સાધ્વીજી ભગવંતોએ પણ અતત્ત્વ પ્રત્યેના રાગને