________________
સાત લાખ સૂત્ર
૧૨૭
૧૨૭
દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય? પ્રત્યેક વનસ્પતિકાય જીવોની યોનિ દશ લાખ છે.
વનસ્પતિકાય જીવોના બે પ્રકાર છે : સૂક્ષ્મ અને બાદર. તેમાં બાદર વનસ્પતિકાયના બે પ્રકાર છે : પ્રત્યેક અને સાધારણ. એક શરીરમાં એક જીવ હોય તેવા વનસ્પતિના જીવોને પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય છે, અને એક શરીરમાં અનંતા જીવો હોય તેવા વનસ્પતિના જીવોને સાધારણ વનસ્પતિકાય કહેવાય છે.
ફળ, ફૂલ, છાલ, કાષ્ઠ-થડ, મૂળ, પાંદડાં અને બીજ, એમ સાત સ્થાનોમાં સ્વતંત્ર રીતે રહેનારા પ્રત્યેક વનસ્પતિકાયના જીવો. હોય છે, અને તેમનાં છેદન, ભેદન વગેરેથી તે જીવોની વિરાધના થાય છે. આ પદ બોલતાં તે સર્વ વિરાધનાને સ્મરણમાં લાવી ક્ષમાપના કરવાની છે.
ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય : સાધારણ વનસ્પતિકાયના જીવોની યોનિ ચૌદ લાખ છે.
સાધારણ વનસ્પતિકાયના બે પ્રકાર છે ઃ સૂક્ષ્મ અને બાદર. તેમાં બાદર સાધારણ વનસ્પતિકાય લોકના અમુક ભાગોમાં જ હોય છે. તેના અનેક પ્રકારો છે.
તેને ઓળખવાના ચિન્હો શાસ્ત્રમાં આ પ્રમાણે બતાવ્યાં છે : જેની નસો, સાંધા, ગાંઠો ગુપ્ત હોય, જેને ભાંગવાથી બે સરખા ભાગ થતા હોય અને જેનો કપાયેલ કોઈ એક ટુકડો પણ વાવવાથી પુનઃ ઊગી શકે; તેવા વનસ્પતિના જીવોને સાધારણ વનસ્પતિકાય કહેવાય છે.
જે સાધારણ વનસ્પતિકાય જમીનમાં ઊગે છે તેને કંદમૂળ પણ કહેવાય છે, અને તેના એક જ શરીરમાં અનંતા જીવ હોવાથી તેને અનંતકાય પણ કહેવાય છે. બટાકા, કાંદા, મૂળા, ગાજર, લીલું આદુ, સૂરણ, લીલી હળદર, પાંચ વર્ણની ફૂગશેવાળ વગેરે અનંતકાય જીવોના અનેક પ્રકારો છે.
જીભના સ્વાદ ખાતર કે શરીરના રાગ ખાતર જે પણ આવા જવાની
8. गूढसिर संधि पव्वं, समभंगमहिरुगं च छिन्नरुहं ।
साहारणं सरीरं, तविवरीयं च पत्तेयं ।।१२।। આ વિષયની વિશેષ માહિતી ‘વંદિતુ' સૂત્રમાંથી મેળવવી.
- જીવવિચાર ગાથા-૧૨.