________________
૧૨૬
સૂત્રસંવેદના-૩
સાત લાખ તેઉકાય ? તેઉકાય જીવોની યોનિ સાત લાખ છે.
જેનું શરીર અગ્નિરૂપ છે, તેવા જીવોને તેઉકાય કહેવાય છે. શાસ્ત્રમાં તેનાં ઉત્પત્તિસ્થાનોના સાત લાખ પ્રકાર બતાવ્યા છે. તેઉકાય જીવો પણ ઉપર કહ્યા પ્રમાણે બે પ્રકારે છે. તેમાં બાદર તેઉકાય જીવો અઢી દ્વીપમાં જ હોય છે. અંગારા, જ્વાળા, ભાઠો, વીજળી, ઘર્ષણથી પ્રગટતો અગ્નિ, ઇલેક્ટ્રિસિટી વગેરે તેઉકાયના અનેક પ્રકારો છે.
આજે અનેક રીતે જે ઈલેક્ટ્રિસિટીનો ઉપયોગ થાય છે, પેટ્રોલ કે અન્ય કોઈપણ ઈંધણ દ્વારા જે અગ્નિ પેદા થાય છે તે અગ્નિકાયનું જ શરીર છે અને તેનો જે બેફામ ઉપયોગ થાય છે, તેનાથી અગ્નિકાય જીવોની બેસુમાર હિંસા થાય છે. કેમ કે, અગ્નિના એક તણખામાં રહેલા જીવો જો ખસખસ જેવડા થાય તો જંબદ્વીપમાં સમાય નહિ. આ પદ બોલતાં તે જીવોને આપેલી પીડાને સ્મૃતિપટ ઉપર અંકિત કરી તે જીવો સાથે ક્ષમાપના કરવાની છે.
' સાત લાખ વાઉકાય : વાયુકાય જીવોની યોનિ સાત લાખ છે. જેનું શરીર વાયુરૂપ છે, તેવા જીવોને વાઉકાય કહેવાય છે. તેના પણ બે પ્રકાર છેઃ સૂક્ષ્મ અને બાદર. તેમાં બાદર વાઉકાય જીવો ચૌદ રાજલોકમાં લગભગ પોલાણવાળી જગ્યામાં હોય છે. તેના પણ શુદ્ધ વાયુ, ભમતો વાયુ, મંડલીક વાયુ ચક્રવાત વાયુ વગેરે અનેક પ્રકારો છે. અજયણાથી હલન-ચલન કરતાં, હિંચકા ખાતાં, પંખા વગેરેનો ઉપયોગ કરતાં અસંખ્ય વાઉકાય જીવોને ઉપઘાત થાય છે. કહ્યું છે કે લીમડાના પાંદડા જેટલી જગ્યામાં રહેલા વાયુકાયના જીવો જો માથાની લીખ જેવડા શરીરવાળા થાય તો જંબૂદ્વીપમાં સમાય નહિ. આ પદ બોલતાં આ રીતે અનેક પ્રકારે કરેલી વાયુકાયની હિંસાને સ્મરણમાં લાવી તે જીવો સાથે ક્ષમાપના કરવાની છે.
6. વટતંદુમિત્તા, તેડાણ વંતિ ને નીવા |
ते जइ खसखसमित्ता, जंबूदीवे न मायंति ।।१६।।
- સંબોધસત્તરિ
7. ને &િવપત્તમત્તા, વાછાણ દવંતિ ને નીવા |
તે મમિત્તા, સંવૂવીવે ન માર્યાતિ ll૧૭|
- સંબોધસત્તરિ