________________
સાત લાખ સૂત્ર
વગેરે દરેક પ્રકારના ક્ષાર, સોનું, ચાંદી વગેરે ધાતુઓ, વજ, મણિ આદિ રત્નો, અબરખ, પારો, મણશીલ, હિંગળોક વગેરે પૃથ્વીકાયના અનેક પ્રકારો છે.
સોયના અગ્રભાગ જેટલી શસ્ત્રથી હણાયા વિનાની માટી આદિ બાદર પૃથ્વીકાયમાં અસંખ્ય જીવો હોય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે લીલા આમળાના પ્રમાણ જેટલા પૃથ્વીકાયમાં જે જીવો રહેલા છે, તે દરેકનું શરીર પારેવડા જેવડું થાય તો તે એક લાખ યોજન (લગભગ ૧૨,૦૦,૦૦૦ કિ.મી) જેટલા વિશાળ જંબુદ્રીપમાં સમાય નહિ. ધનની લાલસાથી અનુકૂળતાના રાગથી, પ્રતિકૂળતાના દ્વેષથી અને મોહાધીનતાને કા૨ણે જીવો અનેક પ્રકારે આ પૃથ્વીકાયની હિંસા કરે છે અને પાપકર્મનો બંધ કરે છે. આ પદ બોલતાં અનેક પ્રકારે પૃથ્વીકાયના જીવોની કરેલી હિંસાને સ્મરણમાં લાવી તે જીવોર્ની ક્ષમા માંગવાની છે.
૧૨૫
સાત લાખ અકાય : અપુકાય જીવોની યોનિ સાત લાખ છે.
જેનું શરીર પાણીરૂપે છે, તેવા જીવોને અપ્કાય કહેવાય છે અને શાસ્ત્રમાં તેમને ઉત્પન્ન થવાનાં સ્થાનોના સાત લાખ પ્રકાર કહ્યા છે.
અપુકાય જીવોના પણ બે પ્રકાર છે ઃ સૂક્ષ્મ અને બાદર. તેમાં બાદર અપ્કાય જીવો લોકના અમુક ભાગમાં જ રહેલા છે. ઝાકળ, બરફ, ધુમ્મસ, કરા, ઘનોદધિ, વનસ્પતિ ઉપર ફૂટી નીકળતું પાણી, વરસાદ, કૂવા-તળાવ આદિનું પાણી, સમુદ્ર વગેરે સ્થાનોનું ખારું, ખાટું, મીઠું વગેરે પાણી; એમ અકાયના અનેક પ્રકારો છે.
પાણીના એક બિંદુમાં અસંખ્ય જીવો હોય છે. તે દરેક જીવ જો સરસવ જેવડા શરીરવાળા થાય તો જંબુદ્વીપમાં સમાય નહિ. રસોઈ, સ્નાન, Swimming, Water Park, સાફસફાઈ આદિ અનેક ક્રિયાઓ દ્વારા આ જીવોની વિરાધના એટલે કે હિંસા થાય છે. આ પદ બોલતાં વિવિધ પ્રકારે પાણીના જીવોની કરેલી હિંસાને યાદ કરી તે જીવોની માફી માંગવાની છે.
4 - અદ્દામવાપમાળે, પુઢવીાણ હવંતિ ને નીવા । ते पारेवयमित्ता, जंबूदीवे न मायंति ।। ९४ ।।
5- एगंमि उदगबिंदुमि, जे जीवा जिणवरेहिं पन्नता તે નર્ સરિસમિત્તા, જંબૂવીને ન માયંતિ TIR
- સંબોધસત્તરિ
- સંબોધસત્તરિ