________________
૧૨૪
સૂત્રસંવેદના-૩
વિશેષાર્થ :
સાત લાખ પૃથ્વીકાય : પૃથ્વીકાય જીવોની યોનિ સાત લાખ છે.
આ જગતમાં રહેલા સર્વ જીવોના સામાન્યથી બે પ્રકાર છે : ત્રસ અને સ્થાવર. તેમાં પોતાની ઈચ્છાનુસાર હલન-ચલન કરી શકે તેને ત્રસ જીવ કહેવાય છે અને પોતાની ઈચ્છાનુસાર હલન-ચલન ન કરી શકે તેને સ્થાવર જીવ કહેવાય છે. સ્થાવરજીવો એકેન્દ્રિય હોય છે. તેમના પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ : એમ પાંચ પ્રકાર છે. તેમાં જેનું શરીર પૃથ્વીરૂપ છે, તેને પૃથ્વીકાય કહેવાય છે. આ પૃથ્વીકાય જીવોને ઉત્પન્ન થવાનાં સ્થાનો સાત લાખ પ્રકારનાં છે. પ્રત્યેક વનસ્પતિકાય સિવાયના પૃથ્વીકાયાદિ પાંચેય સ્થાવર જીવો સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારના છે. તેમાં સૂક્ષ્મ પૃથ્વી આદિ પાંચે પ્રકારના જીવો ચૌદ રાજલોકમાં વ્યાપીને રહેલા છે, અને તેઓની હિંસા વચન, કાયાથી થઈ શકતી નથી, તોપણ તેમના પ્રત્યેનો અશુભ મનોયોગ જીવને પાપકર્મનો બંધ કરાવે છે.
3
બાદર પૃથ્વીકાય જીવો લોકના અમુક ભાગમાંજ રહેલા હોય છે. લાલ, કાળી, પીળી, ધોળી વગેરે માટી, પત્થર વગેરેની અનેક જાતિઓ, વિવિધ પ્રકારનું મીઠું
1- પૃથ્વીકાય આદિ જીવોના વિશેષ સ્વરૂપને જાણવાની ઈચ્છાવાળા જિજ્ઞાસુઓએ શાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો બનાવેલો ‘જીવવિચાર' ગ્રંથ ખાસ જોવો. તદુપરાંત પૃથ્વી આદિ પાંચે સ્થાવરો જીવરૂપે છે; તેની સાબિતી ‘આચારાંગ’‘જીવાભિગમ’ વગેરે આગમોમાં તથા ‘પંચવસ્તુ’ ગ્રંથમાં આપેલી છે. જેઓ આ બધા ગ્રંથ ભણવાના અધિકારી નથી તેમણે ગુજરાતી ભાષામાં લખાયેલા ધીરજલાલ ટોક૨શીના ‘જીવવિચાર પ્રકાશિકા’ નામના પુસ્તક દ્વારા તેનું જ્ઞાન મેળવવું. વિશેષ જિજ્ઞાસુઓએ આ સર્વ ગ્રંથોનું પઠન-શ્રવણ ક૨વું. 2- પૃથ્વીકાય આદિ પાંચે સ્થાવરજીવો એકેન્દ્રિય હોય છે. ઇન્દ્રિય પાંચ છે ઃ ત્વચા, જીભ, નાક, આંખ અને કાન. તેમાં માત્ર ત્વચારૂપી એક જ ઇન્દ્રિય જેને હોય તેને એકેન્દ્રિય કહેવાય છે. ચામડી અને જીભ, એમ બે ઇન્દ્રિય હોય તેને બેઇન્દ્રિય કહેવાય છે. ચામડી, જીભ અને નાક, એમ ત્રણ ઇન્દ્રિય હોય તેને તેઇન્દ્રિય કહેવાય. ચામડી, જીભ, નાક અને આંખ - એમ ચાર ઇન્દ્રિય હોય તેને ચઉરિન્દ્રિય કહેવાય અને જેને પાંચે ઇન્દ્રિયો હોય તેને પંચેન્દ્રિય કહેવાય છે. ૩- અસંખ્ય કે અનંતા જીવો ભેગા થવા છતાં ચર્મચક્ષુથી જેને જોઈ ન શકાય તેવા જીવોને તથા જે જીવો ભેઘા ભેદાય નહિ, છેઘા છેદાય નહિ, પાણીથી ભીંજાય નહિ, આપણા વ્યવહારમાં આવે નહિ, તેને સૂક્ષ્મ જીવો કહેવાય છે. સૂક્ષ્મ પૃથ્વી આદિ પાંચેય સૂક્ષ્મ સ્થાવર જીવો ચૌદ રાજલોકમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. એક યા અનેક ભેગા થયા પછી ચર્મચક્ષુથી જોઈ શકાય તેને બાદર પૃથ્વીકાયાદિ કહેવાય છે, અને તે લોકના અમુક ભાગમાં રહેલા છે.