________________
સૂત્રસંવેદના-૩
વિરાધના થઈ હોય, તે સર્વે વિરાધનાને આ પદ દ્વારા સ્મરણમાં લાવી ક્ષમાપના કરવાની છે.
૧૨૮
બે લાખ બેઈન્દ્રિય : બેઈન્દ્રિય જીવોની યોનિ બે લાખ છે.
શંખ, કોડા, અળસિયાં, જળો વગેરે બેઇન્દ્રિય જીવો છે. વાસી ખોરાક આદિમાં પણ બેઇન્દ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે, તેવું શાસ્ત્રમાં કહ્યું છે. આથી બ્રેડ, બટર, ચીઝ, પીઝાના રોટલા, કોઈપણ પ્રકારનું tinned food કે હોટલ-લારી આદિનો કોઈપણ પ્રકારનો વાસી ખોરાક ખાવો, અળગણ પાણી વાપરવું વગેરેથી તે જીવોની વિરાધના થાય છે. વળી ઘી, અનાજ કે પાણીના ટાંકામાં પણ જયણા ન જળવાય તો બેઇન્દ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે અને પછી તેની વિરાધનાની પરંપરા ચાલે છે. જાણતાં-અજાણતાં આવી કોઈ વિરાધના થઈ હોય તેની આ પદ બોલતાં ક્ષમાપના માંગવાની છે.
બે લાખ તેઈન્દ્રિય ઃ તેઈન્દ્રિય જીવોની યોનિ બે લાખ છે.
કીડી, મંકોડા, જૂ, લીખ, સવા, ઈયળ ઉધઈ વગેરે તેઈન્દ્રિય જીવો છે. આ જીવોની ઉત્પત્તિ જેમાં થઈ હોય તેવા અનાજને દળાવવાથી, ખાટલા, ગાદલાં વગેરે તડકે મૂકવાથી, જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાથી આ જીવોની હિંસા થાય છે. આવી હિંસા યાદ કરી તે જીવોની ક્ષમાપના યાચવાની છે.
બે લાખ ચઉરિન્દ્રિય : ચઉરિન્દ્રિય જીવોની યોનિ બે લાખ છે.
વીંછી, માખી, ભમરા, ભમરી, કંસારી, ડાંસ, મચ્છર, તીડ, પતંગિયાં, કરોળિયા વગેરે ચઉરિન્દ્રિય જીવો છે. આ જીવો ઉપર દ્વેષ ક૨વાથી, તેમની ઉત્પત્તિ અટકાવવા અથવા તેમને મારી નાંખવા દવા આદિનો પ્રયોગ કરવા વગેરેથી તે જીવોની વિરાધના થાય છે. આ પદ બોલતાં આવી વિરાધનાની ક્ષમાપના કરવાની છે.
ચાર લાખ દેવતા : દેવોની યોનિ ચાર લાખ છે.
દેવોના મુખ્ય ચાર પ્રકાર છે : ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક - આ ચાર પ્રકારના દેવો સંબંધી મનથી કાંઈ અશુભ ચિંતવ્યું હોય કે અન્ય કોઈ રીતે તેમને પીડા થાય તેવું કર્યું હોય તો તે દેવયોનિ સંબંધી વિરાધના છે.