________________
સાત લાખ સૂત્ર
૧૨૯
ચાર લાખ નારકી : નારક જીવોની યોનિ ચાર લાખ છે. રત્નપ્રભા આદિ સાત પ્રકારની નરક છે, જેમાં નારીના જીવો રહે છે. ત્યાં રહેલા જીવોની મન આદિથી કોઈ વિરાધના થઈ હોય, તો તેને આ પદ દ્વારા યાદ કરી ક્ષમાપના કરવાની છે.
ચાર લાખ તિર્યંચ-પંચેન્દ્રિય ? પંચેન્દ્રિય તિર્યંચ જીવોની યોનિ ચાર લાખ છે.
પાંચ ઇન્દ્રિયવાળા તિર્યંચ જીવોના ત્રણ પ્રકાર છે – (૧) જલચર જીવો એટલે પાણીમાં રહેનારાં માછલાં, કાચબા, મગર વગેરે. (૨) સ્થલચર જીવો એટલે જમીન ઉપર ચાલનારા જીવો. તેના ત્રણ પ્રકારો છે :
(અ) ચતુષ્પદ - ચાર પગવાળા જીવો. જેમ કે ગાય, ભેંસ, ઘોડા, કૂતરા, બિલાડા વગેરે. (બ) ભુજપરિસર્પ – હાથથી ચાલનારા જીવો. ઉંદર, ગરોળી, નોળિયો વગેરે.
(ક) ઉરપરિસર્પ - પેટથી ચાલનારા જીવો. સાપ, અજગર વગેરે. (૩) ખેચર જીવો – એટલે આકાશમાં ઊડનારા ચકલી, કબૂતર, પોપટ, મેના વગેરે.
આ જીવોની પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈપણ રીતે વિરાધના થઈ હોય, તો તેને મૃતિપટમાં ઉપસ્થિત કરી ક્ષમાપના કરવાની છે. ચૌદ લાખ મનુષ્ય : મનુષ્યની યોનિ ચૌદ લાખ છે.
જુદી જુદી અપેક્ષાએ મનુષ્યના ઘણા ભેદ છે, તો પણ સામાન્યથી કર્મભૂમિના, અકર્મભૂમિના અને અંતર્લીપના એમ ત્રણ ભેદ મુખ્ય છે. તે સર્વેના સંમૂર્છાિમ અને ગર્ભજ એમ બે પેટા ભેદો છે. ગર્ભજ મનુષ્યો એટલે ગર્ભમાં ઉત્પન્ન થનારા મનુષ્યો. ગર્ભજ મનુષ્યોનાં છૂટાં પડેલાં મળ, મૂત્ર, શ્લેષ્મ આદિ અશુચિ પદાર્થોમાં અને અશુચિ સ્થાનોમાં પણ જે મનુષ્યો ઉત્પન્ન થાય છે તેને સંમૂર્છાિમ મનુષ્યો કહેવાય છે, તથા મુખની લાળનું જેમાં મિશ્રણ થવાની સંભાવના છે, તેવાં અન્ન, પાણી