________________
૧૩૦
સૂત્રસંવેદના-૩
આદિમાં પણ બે ઘડી (૪૮ મિનીટ) પછી સમૂર્છાિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે. ઉપયોગપૂર્વક જીવન ન જીવવાથી - સાવધાની ન રાખવાથી, એ જીવોની વિરાધના થાય છે.
વળી કોઈપણ જીવને દુઃખ થાય તેવી વાણી બોલવી, તેના ઉપર રાગ કે દ્વેષ કરવો કે તેની પાસે અધિક કામ કરાવવું, તે જીવોને મારવા, પીટવા, ડામ દેવા આદિ અનેક પ્રકારે મનુષ્યોની હિંસા સંભવે છે. તે સર્વને યાદ કરી આ પદ
આ વાની છે બોલતાં તેની ક્ષમાપના કરવાની છે.
. એવંકારે ચોરાશી લાખ જીવાયોનિમાંહે માહરે જીવે જે કોઈ જીવ હણ્યો હોય, તણાવ્યો હોય, હણતાં પ્રત્યે અનુમોધો હોય તે સવિ મન-વચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં.
આ પ્રમાણે સર્વ જીવોની યોનિનો સરવાળો કરીએ તો ૮૪ લાખ થાય છે. કર્મના બંધનથી બંધાયેલા અનંત જીવો ચૌદ રાજલોકરૂપ ચોગાનમાં ૮૪ લાખ યોનિ દ્વારા જન્મ-મરણ કરે છે અને સુખમય જીવન જીવવાની ઈચ્છા રાખે છે.
9 - ૮૪,00,000 જીવાયોનિની ગણત્રી આ પ્રમાણે થઈ શકે છે
જેનાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન સરખાં હોય તેવી અનેક યોનિના સમુદાયને એક યોનિ ગણેલ છે. વર્ણ-૫ લાલ, લીલો, પીળો, કાળો અને સફેદ ગંધ-૨ સુરભિ ગંધ અને દુરભિ ગંધ રસ-૫ તીખો, કડવો, ખાટો, ખારો, કષાય સ્પર્શ-૮ સ્નિગ્ધ, રૂક્ષ, શીત, ઉષ્ણ, સુંવાળો, ખરબચડો, કઠણ અને નરમ સંસ્થાન-૫ ગોળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, પરિમંડળ ૫ X ૨ x ૫ x x ૫ = ૨૦૦૦. વર્ણાદિના આ રીતે ૨૦૦૦ ભેદ થાય. પૃથ્વીકાય જીવોના મૂળ ભેદો ૩૫૦X૨૦૦૦ = ૭,૦૦,૦૦૦ અપકાયના જીવોના મૂળ ભેદો ૩૫૦X૨૦૦૦ = ૭,૦૦,૦૦૦ તેઉકાય જીવોના મૂળભેદો ૩૫૦ x ૨૦૦૦ = ૭,૦૦,૦૦૦ વાઉકાય જીવોના મૂળભેદો ૩૫૦ x ૨૦૦૦ = ૭,૦૦,૦૦૦ પ્રત્યેક વનસ્પતિકાય જીવોના મૂળભેદો ૫૦૦ x ૨૦૦૦ = ૧૦,૦૦,૦૦૦ સાધારણ વનસ્પતિકાયજીવોના મૂળભેદો ૭૦૦X૨૦૦૦ = ૧૪,૦૦,૦૦૦