________________
સાત લાખ સૂત્ર
આવા જીવોને આપણે આપણા સ્વાર્થ ખાતર, શોખ કે સગવડ ખાતર પીડા આપીએ છીએ અથવા હિંસા કરીએ છીએ, તેમની સુખની ઈચ્છાઓ તોડી નાંખીએ છીએ અને આપણા સુખ માટે તેમના સુખની અવગણના કરી તેમને અનેક રીતે દુઃખી કરીએ છીએ.
આ ૮૪ લાખ યોનિમાં ઉત્પન્ન થયેલા જે કોઈ જીવો હોય તેને અનુપયોગથી, સ્વેચ્છાને આધીન થવાથી કે પ્રમાદાદિ દોષોના કારણે સ્વયં તેમની હિંસા કરી હોય, અન્ય પાસે કરાવી હોય કે હિંસા કરતા અન્ય જીવોની અનુમોદના કરી હોય તે સર્વ પાપનું ગુરુ ભગવંત પાસે મનથી, વચનથી અને કાયાથી ‘મિચ્છા મિ દુક્કડં’ આપવાનું છે.
આ સૂત્રનું પ્રત્યેક પદ બોલતાં આત્મશુદ્ધિની ઈચ્છાવાળો સાધક વિચારે, કે “દિવસ કે રાત્રિ દરમ્યાન મારા હાથે કયા જીવોની કેટલા પ્રમાણમાં હિંસા થઈ ? હિંસા પણ અનિવાર્ય સંયોગમાં કરી ? કે મારા શોખ અને સગવડતાનાં સાધનો પ્રાપ્ત કરવા માટે કરી ? અનિવાર્ય સંયોગોમાં પણ જ્યારે કરવી પડી ત્યારે જયણાપૂર્વક દુઃખાર્દ્ર હૃદયે કરી ? કે ‘સંસારમાં છીએ માટે આવું તો કરવું જ પડે ને !' તેમ માની કઠોર હૃદયે કરી ?” આ બધી વસ્તુનો વિચાર કરી જે-જે જીવોની હિંસા થઈ હોય તે તે જીવોનું સ્મરણ કરી, તે જીવો સંબંધી થયેલા અપરાધ પ્રત્યે મનમાં ક્ષમાનો ભાવ પ્રગટાવી, વાણીને કોમળ બનાવી, તે અપરાધની સ્વીકૃતિરૂપે કાયાને નમાવી તે જીવોને દુખાર્દ્ર હૃદયે મિચ્છા મિ દુક્કડં દેવાનું છે.
બેઇન્દ્રિય જીવોના મૂળ ભેદો તેઇન્દ્રિય જીવોના મૂળ ભેદો ચઉરિન્દ્રિય જીવોના મૂળ ભેદો દેવતાના જીવોના મૂળ ભેદો નારકીના જીવોના મૂળ ભેદો નિર્માંચ પંચેન્દ્રિય જીવોના મૂળ ભેદો મનુષ્ય જીવોના મુળ ભેદો
૧૦૦ ૪ ૨૦૦૦
૧૦૦ ૪ ૨૦૦
૧૦૦ X ૨૦૦૦
૨૦૦ ૪ ૨૦૦૦
૨૦૦ ૪ ૨૦૦૦
૨૦૦ X ૨૦૦૦
૭૦૦ x ૨૦૦૦
૧૩૧
= ૨,૦૦,૦૦૦
= ૨,૦૦,૦૦૦
= ૨,૦૦,૦૦૦
= ૪,૦૦,૦૦૦
= ૪,૦૦,૦૦૦
= ૪,૦૦,૦૦૦
= ૧૪,૦૦,૦૦૦
કુલ
૮૪,૦૦,૦૦૦ જીવાયોનિ
આ ૮૪ લાખ યોનિની ગણત્રીમાં ૩૫૦ આદિ જે જીવોના મૂળભેદો બતાવ્યા છે, તેને શોધવાનો અમોએ પ્રયત્ન કર્યો છે, પણ કોઈ પુસ્તક કે જ્ઞાની ગુરુ ભગવંતો પાસેથી પણ સંતોષકારક ઉત્ત૨ મળ્યો નથી. કોઈપણ વિશેષજ્ઞને આ વિષયમાં ક્યાંયથી પણ કંઈક પ્રાપ્ત થાય તો પાઠના આધાર સાથે અમને જણાવવા વિનંતી છે.