________________
સૂત્રસંવેદના-૩
મિચ્છા મિ દુક્કડં દેતાં પ્રભુને પ્રાર્થના કરવાની છે કે,
“હે નાથ ! ક્યારે મારો એવો ધન્ય દિવસ આવશે કે જ્યારે હું સર્વ જીવોને મારા મિત્ર સમાન માનીશ ? અને તે જીવોને લેશ પણ પીડા ન થાય તેવું જીવન જીવીશ ? હે પ્રભુ ! જીવોના અપરાધથી જ્યાં સુધી હું અટકું નહિ ત્યાં સુધી તે જીવો સાથેનો વૈરનો અનુબંધ અટકે નહિ અને તેને કારણે કર્મબંધથી અટકાય નહિ, માટે કર્મથી મુક્ત બની મોક્ષના મહાસુખને ઈચ્છતા મારે સૌ પ્રથમ સર્વ જીવોની હિંસાથી અટકવું છે, તો હે પ્રભુ ! મારામાં તેવું સત્ત્વ પ્રગટાવો."
૧૩૨