________________
૮૬
સૂત્રસંવેદના-૩
શુક્લધ્યાન:
વારંવાર ધર્મધ્યાન કરતાં પરિણામની શુદ્ધિને પામેલો સાધક આગળ જતાં શુક્લધ્યાન® પ્રાપ્ત કરે છે. તેના પણ ચાર પ્રકાર છે : ૧. પૃથકત્વ - સવિતર્ક - સવિચાર : શુક્લ ધ્યાનના પ્રથમ પાયાનું નામ ત્રણ શબ્દોથી બનેલું છે : પૃથકત્વ, સવિતર્ક અને સવિચાર. તેમાં* પૃથકત્વ ? એટલે જુદાપણું, વૈવિધ્યા. આ ધ્યાન કોઈપણ એક દ્રવ્યના અલગ
અલગ પર્યાયો જેમ કે તેની ઉત્પત્તિ, સ્થિતિ, નાશ, મૂર્તિત્વ વગેરે વિષયક હોય છે. વળી આ ધ્યાન જુદા જુદા પર્યાયોની, જુદા જુદા નયની વિવિધ બાબતોની વિચારણાવાળું હોય છે. માટે તેને પૃથક્ત કહેવાય છે. વિતર્કઃ એટલે શ્રુત. આ ધ્યાન દ્વાદશાંગીરૂપ શ્રુતના આધારે થાય છે, તેથી તેને સવિર્તક કહેવાય છે અને તે ચૌદપૂર્વીને જ સંભવે છે. વિચાર : એટલે વિચરણ અથવા સંક્રમણ (transmisson). આ ધ્યાન ક્યારેક શબ્દના આધારે થાય તો ક્યારેક અર્થના આધારે થાય. વળી તે ક્યારેક મનોયોગથી થાય તો ક્યારેક કાયયોગથી તો ક્યારેક વચનયોગથી થાય અથવા ત્રણે યોગથી પણ થાય. આમ આ ધ્યાનમાં શબ્દથી અર્થમાં કે બીજા બીજા યોગમાં વિચરણ ચાલુ રહેવાથી તેને સવિચાર કહ્યું છે.
ટૂંકમાં શ્રેણિવંત મુનિઓને ૮માથી ૧૨મા ગુણસ્થાનક સુધી, પૂર્વગત શ્રુતના અનુસાર એક જ દ્રવ્યના ભિન્ન ભિન્ન પર્યાયોનું, શબ્દ-અર્થ કે યોગની સંક્રાન્તિવાળું પ્રથમ શુક્લધ્યાન હોય છે.
૨. એકત્વ - સવિર્તક – અવિચાર : શુક્લ ધ્યાનના બીજા પાયાનું નામ પણ ત્રણ શબ્દોથી બનેલું છે : એકત્વ, સવિતર્ક અને અવિચાર. તેમાં –
એકત્વઃ એટલે કોઈ એક દ્રવ્યના એક જ પર્યાયવિષયક ધ્યાન. સવિતર્ક એટલે દ્વાદશાંગીરૂપ શ્રુતના આધારે થતું ધ્યાન અને + અવિચારઃ એટલે વિચરણ વિનાનું ધ્યાન. આ ધ્યાનમાં શબ્દથી અર્થમાં કે
અન્ય અન્ય યોગમાં સંક્રમણ નથી થતું, તેથી તેને અવિચાર કહેવાય છે.
60 - યોગશાસ્ત્ર પ્રકાશ ૧૧ ગાથા ૬,૭,૮,૯