________________
નાસંમિ દંસણમિ સૂત્ર
પવન વગરના સ્થાનમાં રહેલા નિષ્કપ દીપકની જ્યોત જેવી સ્થિરતાવાળું આ ધ્યાન નિર્વિકલ્પ હોય છે. આ ધ્યાન બારમા ગુણસ્થાનકના અંત સુધી રહે છે અને તેના અંતે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. ૩. સૂક્ષ્મક્રિયા-અપ્રતિપાતિ (અનિવૃત્તિ) :
મોક્ષે જવાના અત્યંત નજીકના કાળમાં સર્વજ્ઞ કેવળી ભગવંત મન અને વચન યોગનો સંપૂર્ણ નિરોધ કરી, બાદર કાયયોગનો પણ નિરોધ કરે છે, માત્ર શ્વાસોચ્છુવાસની સૂક્ષ્મક્રિયાં રહે છે. તેનાથી પાછા ફરવાનું હોતું નથી, એટલે કે આ સૂક્ષ્મક્રિયા મટીને હવે ક્યારેય પૂલક્રિયા થવાની નથી. માટે તેનું નામ સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ કે સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ કહેવાય છે. '
આ ધ્યાન તેરમા ગુણસ્થાનકને અંતે મન અને વચન યોગ રોક્યા પછી કાયયોગ રુંધતી વખતે સૂમકાયયોગી કેવલીને હોય છે. અહીં આત્મા વેશ્યા અને યોગરહિત બનતો જાય છે, શરીર-પ્રવૃત્તિથી. આત્મા છૂટતો જાય છે, સર્વે કર્મો, તૈજસ-કાશ્મણ શરીર અને આયુષ્યથી આત્મા છૂટો પડતો જાય છે. ૪. સુપરતક્રિયા-અપ્રતિપાતિ (અનિવૃત્તિ) :
ભુપરત એટલે જેમાં ક્રિયા સર્વથા અટકી ગઈ છે. મેરુપર્વત માફક અડોલ એવી શૈલેશી અવસ્થામાં અયોગી કેવલીને સૂક્ષ્મક્રિયાનો પણ વિનાશ થાય છે. અહીંથી પણ પુનઃ પડવાનું હોતું નથી માટે ૧૪માં ગુણસ્થાનકે આવનારા આ ધ્યાનને ચુપરત ક્રિયા અપ્રતિપાતિ કે અનિવૃત્તિ કહેવાય છે.
શુક્લધ્યાનના પ્રથમ બે પાયા ઉપર આરૂઢ થયેલો આત્મા ઘનઘાતિ કર્મોનો નાશ કરી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે, અને શુક્લધ્યાનના અંતિમ બે પાયા ઉપર આરૂઢ થઈ જીવ સર્વ કર્મોને ખપાવી મોક્ષસુખને પ્રાપ્ત કરે છે. આ રીતે શુભધ્યાન કર્મક્ષયનું કારણ હોવાથી તેનો સમાવેશ અભ્યતર તપમાં કરેલો છે.
૬. ૩ mવિ મ, - અને કાયોત્સર્ગ અથવા ત્યાગ પણ (અત્યંતર તપ છે.)
કાયાની અપેક્ષા ત્યજી એક જ આસનમાં રહેવું, તે કાયોત્સર્ગ છે. ધ્યાનના પ્રભાવે જ્યારે દેહાધ્યાસ છૂટે છે – “શરીર એ જ હું” એવી બુદ્ધિ નાશ પામે છે, ત્યારે જીવ ક્ષપકશ્રેણી માંડે છે, અને ક્રમે કરી તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શુક્લધ્યાનના છેલ્લા બે પાયાનું મંડાણ કરે છે, ત્યારે કાયાના પૂર્ણ ત્યાગરૂપ