________________
સૂત્રસંવેદના-૩
પરાકાષ્ઠાનો કાયોત્સર્ગ પ્રાપ્ત થાય છે, જે પાંચ હૃસ્વ અક્ષરો બોલતાં જેટલો સમય લાગે તેટલા જ સમયમાં મોક્ષ પ્રાપ્ત કરાવે છે. તત્કાળ મોક્ષ પ્રાપ્ત કરાવનાર આ કાયોત્સર્ગ સર્વ શ્રેષ્ઠ કક્ષાનો કાયોત્સર્ગ તપ કહેવાય છે.
આવા ઉત્તમોત્તમ કાયોત્સર્ગને પ્રાપ્ત કરવા નીચેની ભૂમિકાના સાધકો કાયાને કોઈ એક આસનમાં સ્થિર કરી, વાણીનું મૌન ધારણ કરી, મનને શુભ ધ્યાનમાં સ્થિર કરી વિવિધ પ્રકારના કાયોત્સર્ગ કરે છે, તે સર્વ કાયોત્સર્ગનો પણ આ તપમાં સમાવેશ થાય છે.
ઉત્સર્ગનો બીજો અર્થ છે ત્યાગ. તેના બે પ્રકાર છે : (૧) દ્રવ્યવ્યત્સર્ગ. (૨) ભાવવ્યુત્સર્ગ.
શરીરાદિ પ્રત્યેની મમતાનો ત્યાગ કરી અનાસક્ત ભાવને પ્રાપ્ત કરવા જે લોકસમુદાય, વસ્ત્ર, પાત્ર કે કાયાદિનો ત્યાગ કરાય છે, તે દ્રવ્યવ્યત્સર્ગ કહેવાય છે. તેના ચાર પ્રકાર છે : . .
૧ - ગણવ્યુત્સર્ગઃ વિશિષ્ટ પ્રકારની સાધના કરવા ઈચ્છતા ગીતાર્થ સાધુ લોકસમુદાયથી પર થઈ એકાકી વિચરે, અને તે રીતે પોતાના આત્માને સર્વજનથી નિર્લેપ કરવા યત્ન કરે, તેને ગણવ્યુત્સર્ગ કહેવાય છે.
૨ - શરીરવ્યુત્સર્ગઃ શરીરના મમત્વનો ત્યાગ કરવા, શુભધ્યાનમાં સ્થિર થવા તાવ ક્રાથં સાથે મળેí સાથેf - બોલી જે કાયોત્સર્ગ કરવામાં આવે છે, તેને શરીર વ્યુત્સર્ગ (કાયોત્સર્ગ) કહેવાય છે.
૩ – ઉપધિવ્યુત્સર્ગ : નિષ્પરિગ્રહી મુનિ પોતાના અપરિગ્રહ વ્રતને અખંડ રાખવા માટે દોષિત અથવા રાગાદિની વૃદ્ધિ કરે તેવાં વસ્ત્ર-પાત્રાદિ આવી જાય તો તેનો ત્યાગ કરે, અથવા કોઈ કારણસર દોષિત ઉપાધિ લેવી પડી, પરંતુ પાછળથી નિર્દોષની પ્રાપ્તિ થઈ જાય, ત્યારે શાસ્ત્રવિધિ મુજબ દોષિત ઉપધિનો ત્યાગ કરે (પાઠવે), તે ઉપધિવ્યુત્સર્ગ છે.
૪ - ભક્તપાનબુત્સર્ગઃ રાગાદિ ભાવોની વૃદ્ધિ કરે તેવા કે અશુદ્ધ આહારપાણી અનાભોગાદિથી આવી જાય તો તેનો ત્યાગ કરવો, તે ભક્તપાનબુત્સર્ગ છે.
આ રીતે ચાર પ્રકારનો ‘દ્રવ્યવ્યત્સર્ગ” નામનો તપ છે. આ તપમાં સમ્યફ પ્રકારે યત્ન કરતાં કાષાયિક ભાવો ઘટે છે, સાંસારિક ભાવોથી