________________
૮૯
વાણંમિ દંસણમ્મિ સૂત્ર
આત્મા પાછો વળે છે અને આત્મા ઉપર લાગેલાં કર્મો ધીમે ધીમે નાશ પામે છે. આ રીતે દ્રવ્યવ્યુત્સર્ગથી ૧ – કષાયવ્યુત્સર્ગ, ૨ – સંસારવ્યુત્સર્ગ અને ૩ - કર્મવ્યુત્સર્ગ નામના ત્રણ પ્રકારના ભાવોત્સર્ગની પ્રાપ્તિ થાય છે.
-
-
આ સર્વ ઉચ્ચ-ઉચ્ચત્તર ઉત્સર્ગ (ત્યાગ) કરવા માટે સાધકે પ્રારંભમાં વારંવાર કાયોત્સર્ગની આરાધના કરવી અતિ જરૂરી છે. ખુદ તીર્થંકર પરમાત્માઓ પણ પોતાના સાધનાકાળમાં નિરંતર અપ્રમત્તપણે કાઉસ્સગ્ગ અને ધ્યાનમાં રહે છે; કેમ કે કાયોત્સર્ગ સાથે દોષક્ષય અને કર્મક્ષયને સીધો સંબંધ છે. કાયોત્સર્ગથી કાયાની જડતા દૂર થાય છે, શરીર હળવુંફૂલ બની સંયમસાધક ક્રિયાઓ કરવા સમર્થ અને ઉત્સાહી બને છે,ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થાય છે, પરિણામે આપોઆપ નિર્મળ પ્રજ્ઞાનો ઉઘાડ થાય છે. તેનાથી પોતાની ક્ષતિઓ સ્પષ્ટપણે જણાય છે અને વાસ્તવિક મોક્ષમાર્ગનું દર્શન થાય છે. તે માર્ગે આગળ વધતાં દોષોનો અને કર્મનો ક્ષય થાય છે અને ક્રમે કરી સર્વશ્રેષ્ઠ કક્ષાનો ભાવોત્સર્ગ સાધી શકાય છે. તેથી સાધનાજીવનનાં પગમંડાણ કરનાર સાધકે પણ પ્રતિદિન વિવિધ કાયોત્સર્ગ ક૨વા પ્રયત્નશીલ બનવું જોઈએ.
અમિતરો તવો હોર્ - (આ છ પ્રકારનો) અત્યંતર તપ છે.
પ્રાયશ્ચિત્ત આદિ છ પ્રકારનો અત્યંતર તપ છે. બાહ્ય તપ કરતાં આ તપ અતિ ચઢિયાતો છે. તેમાં પણ પ્રાયશ્ચિત્ત આદિ એક એક તપ પણ એક એકથી ચઢિયાતા છે. ધ્યાન અને કાયોત્સર્ગ તો સર્વશ્રેષ્ઠ તપ છે, જે તત્કાળ મોક્ષ અપાવે છે.
આ ગાથા બોલતાં કર્મનિર્જરાનો અર્થ આત્મા વિચારે કે,
“પ્રભુશાસનમાં મહાપાપીને પણ પવિત્ર કરનારી અંતરંગ તપની કેટલી સુંદર વ્યવસ્થા છે, કે જેમાં સાધકની શારીરિક શક્તિ ઓછી હોય તોપણ તે મનને કેળવી વિશિષ્ટ કર્મનિર્જરા કરી શકે છે. મારો ભાગ્યોદય છે જેથી મને આ તપ કરવાની સુંદર તક મળી છે. આમ છતાં પ્રમાદને પનારે પડેલો હું આ તકને ઝડપી શક્યો નથી. તેથી જ મારો મલિન આત્મા હજુ સુધી નિર્મળ બન્યો નથી. હવે આજથી એવો પ્રયત્ન કરું કે પ્રાયશ્ચિત્ત આદિ તપની સુવિશુદ્ધ આરાધના કરી અહીં જ પ્રશમ સુખનો આસ્વાદ માણું.”