________________
૮૦
સૂત્રસંવેદના-૩,
અવતરણિકા:
હવે ક્રમસર વિર્યાચાર બતાવે છે – ગાથા:
अणिगूहिअ-बल-वीरिओ, परक्कमइ जो जहुत्तमाउत्तो । जुंजइ अ जहाथामं, नायव्वो वीरिआयारो ।।८।। અન્વયે સહિત સંસ્કૃત છાયાઃ (ज्ञान-दर्शन-चारित्र-तपाचारमाश्रित्य) अनिगृहित-बल-वीर्यः यः (ग्रहणकाले) यथोक्तं आयुक्तः पराक्रमते । (तत् ऊर्ध्व) यथास्थाम चं युनक्ति (असौ) वीर्याचारः ज्ञातव्यः ।।८।। ગાથાર્થ :
(આગળની ગાથામાં વર્ણવેલા જ્ઞાનાદિના ૩૬ આચારોને ગ્રહણ કરવામાં) જે સાધક બાહ્ય અને અત્યંતર સામર્થ્યને ગોપવ્યા વિના શાસ્ત્રોક્ત રીતે ઉપયુક્ત થયેલો જે પરાક્રમ કરે છે, અને ત્યાર પછી તેમાં યથાશક્તિ પોતાના આત્માને) જોડે છે, (તેના આચાર) વિર્યાચાર જાણવો:
અથવા ૧- પોતાના બળ-વીર્યને છુપાવવું નહિ, ૨- યથાયોગ્ય રીતે (પંચાચારના અનુષ્ઠાનમાં) પરાક્રમ ફોરવવું, અને ૩-મન-વચન-કાયારૂપ ત્રણે યોગોને શક્તિ પ્રમાણે (તે તે અનુષ્ઠાનમાં) જોડવા તે ત્રણ પ્રકારનો વિર્યાચાર જાણવો. વિશેષાર્થ :
વિયતરાયકર્મના ક્ષયોપશમથી પ્રગટ થતું બળ, પરાક્રમ, શક્તિ કે ઉલ્લાસ આદિને વીર્ય કહેવાય છે. આ વીર્ય મન, વચન અને કાયાના માધ્યમે પ્રવર્તે છે. તેમાં જે મન, વચન, કાયાની પ્રવૃત્તિ ગુણપ્રાપ્તિનું કે કર્મનિર્જરાનું સાધન બને તેને વીર્યાચાર61 કહેવાય છે.
61 - વીર્ય - સામર્થ્ય - તસ્થાવર - સર્વાવસ્થા સર્વધર્મસ્થેધ્વનિને પ્રવર્તન વીર્યાવર: |
- આચાર પ્રદીપ