________________
વાણંમિ દંસણમિ સૂત્ર
આ વીર્યાચારના ત્રણ પ્રકાર છે : ૨. મણિદિન-વ-વરિો - (જ્ઞાનાદિના વિષયમાં) અનિગૂહિત બળ-વીર્યવાન, પોતાની શક્તિને નહિ છુપાવનાર.
જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના વિષયમાં કે દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મના વિષયમાં, જ્યારે જ્યારે પ્રવૃત્તિ કરવાની આવે ત્યારે પોતાની જેટલી શક્તિ હોય તેટલી શક્તિ પૂર્ણ વાપરીને દાનાદિમાં પ્રયત્ન કરવો, પરંતુ શક્તિ ગોપવીને પ્રવૃત્તિ કરવી નહિ, તે વીર્યાચારનો પ્રથમ ભેદ છે. જેમની ૧૦ ગાથા કંઠસ્થ કરવાની શક્તિ હોય અને તેઓ જો પ-૬ ગાથા કરીને સંતોષ માને તો તેમણે પોતાની શક્તિ ગોપવી કહેવાય અથવા જે વ્યક્તિ લાખ રૂપિયાનું દાન કરી શકે તેમ હોય અને તે જો માત્ર ૧૦૦૦ રૂપિયાનું દાન કરીને “મેં ઘણું કર્યું તેમ માને, તો તેણે પણ પોતાની શક્તિ છુપાવી કહેવાય; આ રીતે શાસ્ત્રનો અભ્યાસ કરનાર કે ધનનું દાન આપનાર વીર્યાચારને પાળી શકતો નથી, પરંતુ પોતાની શક્તિને લેશ પણ છુપાવ્યા વિના જેઓ ધર્મ આરાધના કરે તેઓ જ વિચારના આ પ્રથમ આચારને પાળી શકે.
૨. પરમરૂ નો નામાવો - જ્ઞાનાદિને ગ્રહણ કરતી વખતે શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે જે પરાક્રમ - ઉદ્યમ કરે છે.
દોષમુક્ત થવા માટે અને આત્માના પરમ આનંદને પ્રાપ્ત કરવા માટે કરવામાં આવતી કોઈપણ ધર્મક્રિયા, કઈ મુદ્રામાં રહીને, કેવા પ્રકારના શબ્દોચ્ચારપૂર્વક અને કેવા પ્રકારના ભાવપૂર્વક કરવાની છે, તેની સર્વ વિધિ શાસ્ત્રમાં બતાવેલી છે. શાસ્ત્રોક્ત તે વિધિને સ્મૃતિમાં રાખી તે પ્રમાણે ધર્મકાર્યમાં કરાતો પ્રયત્ન તે બીજા પ્રકારનો વીર્યાચાર છે.
રૂ. નુંબરૂ નાથામં નાચવ્યો વરિયારો - (અને ત્યાર પછી ધર્મમાર્ગમાં) શક્તિ પ્રમાણે જોડાય છે - વર્તે છે, તેને વીર્યાચાર જાણવો.
મોક્ષની પ્રાપ્તિ માટે કરવામાં આવતાં ધર્મકાર્યો જેમ પોતાની શક્તિ કરતાં ઓછાં કરવાનાં નથી, તેમ શક્તિ ઉપરાંત પણ કરવાનાં નથી, પરંતુ પોતાની શારીરિક અને માનસિક શક્તિનો વિચાર કરી, તેને અનુરૂપ કરવાનાં છે; કેમ કે, પ્રસંગને પામી આનંદના ઉછાળામાં આવી, ગજા બહારનું ધર્મકાર્ય કરવામાં આવે તો કદાચ તે સમયે પૂરતું તે કાર્ય થઈ જાય, તોપણ સતત તેનો આનંદ,