________________
૧૧૮
સૂત્રસંવેદના-૩
સત્રથમમિUIણ સાસાયUI - (અષ્ટપ્રવચનમાતારૂપ) સર્વ ધર્મના અતિક્રમણરૂપ આશાતનાથી (મેં કોઈ અતિચાર સેવ્યા હોય, તેનું હે ક્ષમાશ્રમણ ! હું પ્રતિક્રમણ કરું છું.) - આત્મકલ્યાણકર સર્વ પ્રકારના ધર્મનો ઉપદેશ ગુરુભગવંત આપે છે. ક્ષમાદિ દશ યતિધર્મનું પાલન કરવું, સામાયિકના ભાવમાં રહેવું, પાંચ મહાવ્રતનું સમ્યગુ પ્રકારે સેવન કરવું, સમિતિ ગુપ્તિનું પાલન કરવું વગેરે. ગુરુભગવંતે ઉપદેશેલા ધર્મનું પાલન કરવાથી ગુરુના વચનનું પાલન થાય છે. ગુરુના વચનનું પાલન તે ગુરુની ઉત્તમ ભક્તિ છે. આથી સમિતિ-ગુપ્તિ વગેરેનું પાલન જ્યારે ન થાય ત્યારે તેમના વચનનું ઉલ્લંઘન થાય છે, અને ગુરુવચનનું ઉલ્લંઘન તે ગુરુની આશાતના જ છે. આ પદ બોલતાં દિવસ દરમ્યાન ગુરુ દ્વારા ઉપદેશાયેલા કોઈપણ પ્રકારના ધર્મનું ઉલ્લંઘન થયું હોય, તેનું યોગ્ય પાલન ન થયું હોય તો તે સર્વનું પ્રતિક્રમણ કરવાનું છે. .
जो मे अइआरो कओ तस्स खमासमणो ! पडिक्कमामि निंदामि રિનિ પ્યાપ વોસિરામિ ! - હે ક્ષમાશ્રમણ ! (ઉપરોક્ત આશાતનાથી) મારા વડે જે કોઈ અતિચાર સેવાયા હોય તેનું હું પ્રતિક્રમણ કરું છું, નિંદા કરું છું, ગઈ કરું અને અતિચાયુક્ત મારા આત્માને વોસિરાવું છું.
પ્રતિક્રમણઃ પ્રતિક્રમણ એટલે પાછા ફરવું. ગુરુ સંબંધી થયેલી આશાતનાથી એ રીતે પાછા ફરવું કે પુનઃ તેવી આશાતનાની સંભાવના ન રહે.
જેમ ધાર્મિક સંસ્કારોને પામેલાં જૈનકુળોમાં જન્મેલાં બાળકોના મનમાં માંસ પ્રત્યે એવી ધૃણા હોય છે કે નિમિત્ત મળતાં પણ તેમને માંસ ખાવાની ઈચ્છા થઈ શકતી નથી; તે જ રીતે ગુરુ-આશાતનાના વિપાકો આદિની વિચારણા કરી આત્માને એ રીતે ઘડવો કે પુન: ક્યારેય ગુરુની આશાતનાનો પરિણામ અંતરમાં પ્રગટે નહિ. આ મુખ્યરૂપે' (ઉત્સર્ગ માર્ગે) પ્રતિક્રમણ છે. અને કોઈ સંયોગોમાં ગુરુની આશાતના થઈ હોય તો પણ પ્રતિક્રમણાદિ કરી ગુરુ પ્રત્યે અહોભાવ એ રીતે પ્રગટ કરવો કે જેથી પુનઃ ગુરુની આશાતનાનું પાપ ન થાય, તે ગૌણરૂપે (અપવાદપદે) પ્રતિક્રમણ છે.
નિંદા : ગુરુ પ્રત્યેનું બહુમાન મોક્ષમાર્ગમાં આગળ વધારનાર છે, અને ગુરુની આશાતના મોક્ષમાર્ગરૂપ રત્નત્રયીનો વિનાશ કરનાર છે. આવો દઢ ભાવ જેમના 7. મૂળપદે પડિક્કમણું ભાડું, પાપતણું અણ કરવું રે...
મહામહોપાધ્યાય યશોવિજયજી કૃત સાડા ત્રણસો ગાથાનું સ્તવન ઢાળ-૨/૧૮