________________
૧૧૯
સુગુરુ વંદન સૂત્ર
હૃદયમાં સ્થિર થયો છે, તેવા ભવભીરુ આત્માઓ જાણી જોઈને કદી ગુરુની આશાતના કરતા નથી. આમ છતાં અજ્ઞાનથી કે વિષય-કષાયને આધીન થવાથી ક્યારેક ગુરુની આશાતના થવાની સંભાવના રહે છે. થયેલી આ આશાતના સંબંધી આત્મસાક્ષીએ એવું વિચારવું કે –
“ગુરુની આશાતના કરીને મેં મહાપાપ કર્યું છે, મેં મારી જાતે જ મારા આત્માનું અહિત કર્યું છે. મેં જ મારી ભવની પરંપરા વધારી છે. ખરેખર ! હું પાપી છું, અધમ છું, દુષ્ટ છું” આવી વિચારણા એ જ આત્મનિંદા છે. આ રીતે આત્મનિંદા કરવાથી આશાતનાજન્ય પાપના સંસ્કારોનું અનુમોદન થતું અટકી જાય છે, અને નિંદા દ્વારા તે કુસંસ્કારોનું ઉન્મૂલન પણ થાય છે.
જિજ્ઞાસા : કષાયને આધીન થઈને ગુરુની આશાતના કર્યા પછી શું આ રીતે કોઈ આત્મનિંદા કરી શકે ?
તૃપ્તિ : જીવ ભાવુક દ્રવ્ય છે. એટલે તેને જેવાં નિમિત્ત મળે તેવા ભાવવાળો તે થઈ જાય છે. ક્યારેક ભાવવિભોર થઈ જાય છે તો ક્યારેક નિમિત્ત મળતાં કષાયને આધીન થઈ ગુરુની આશાતના કરી બેસે છે. આમ છતાં જ્યારે ચિત્ત પ્રશાંત થાય ત્યારે તે ભૂલની વિચારણા કરે તો તેને ભૂલ સમજાય છે, અને તે ભૂલની તે આત્મસાક્ષીએ નિંદા પણ કરી શકે છે. વળી, કેટલાક કષાયો અલ્પજીવી હોય છે. જીવ સારો હોવા છતાં કર્મનું જોર વધવાથી ભૂલ થઈ જાય, પણ કષાયોનું જોર ઘટતાં તે નિંદા-ગર્હ પશ્ચાત્તાપ-પ્રાયશ્ચિત્તાદિ કરી શકે છે.
ગહ : ગુરુની સાક્ષીએ પોતાના દુષ્ટ આત્માની નિંદા કરવી, તે ગર્હ છે. કષાયને આધીન થયેલો જીવ અયોગ્ય વર્તન કરીને તેને સારું માને છે, વળી તે કાર્યની પુનઃ પુનઃ અનુમોદના કરે છે, પરંતુ જ્યારે તેનું ચિત્ત શાંત-પ્રશાંત બને (કષાયો શમી જાય) છે, ત્યારે તેને ગુરુ પ્રત્યે થયેલ પોતાના અયોગ્ય વર્તનનો ખ્યાલ આવતાં જ તે ગુણના સાગર ગુરુભગવંત પાસે બેસીને પોતાની ભૂલનો એકરાર કરે છે. ‘મારાથી આ અત્યંત અયોગ્ય વર્તન થયું છે. આપ મને ક્ષમા કરો !’ – એમ કહી ગુરુ પાસે ગહ ક૨વાથી પાપના સંસ્કારો ધીમે ધીમે મંદ મંદતર થતા જઈ નાશ પામે છે.
જિજ્ઞાસા : નિંદા અને ગહમાં શું તફાવત છે ?
તૃપ્તિ : આત્મસાક્ષીએ પોતાનાં દુષ્કૃત્યો પ્રત્યે તિરસ્કારભાવ પેદા કરવો તે નિંદા છે, અને જે પાપોની નિંદા કરી છે, તે પાપોના વિશેષ નાશ માટે, પાપ