________________
સૂત્રસંવેદના-૩
પ્રત્યેના તિરસ્કારને વધુ જ્વલંત ક૨વા માટે, ગુણવાન ગુરુભગવંત પાસે નિષ્કપટ ભાવે ભૂલનો સ્વીકાર કરવો તે ગર્હ છે.
૧૨૦
નિંદા કરવાથી પાપના અનુમોદનનો પરિણામ નાશ પામે છે, જ્યારે ગુણસંપન્ન ગુરુભગવંત પાસે ગહ કરવાથી પોતાનાથી થઈ ગયેલ દોષપૂર્ણ વ્યવહાર પ્રત્યે તિરસ્કાર તીવ્ર બને છે અને ગુરુભગવંતના ગુણો પ્રત્યે હૃદયમાં બહુમાન થાય છે. ગુરુભગવંત પણ શિષ્યની વાત સાંભળી, તેના ઉ૫૨ ઘૃણા કે તિરસ્કાર ન કરતાં તેને આ પાપમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવે છે. એટલે ગર્હ કરવાથી શિષ્ય સ૨ળતાથી સન્માર્ગે ચાલી શકે છે, અને માન કષાયનો નાશ કરીને નમ્રતાદિ ગુણો પ્રગટાવી શકે છે.
"
અપ્પાનું વોસિરામિ - પાપ કરનાર આત્માની તે પાપયુક્ત અવસ્થાનો હું ત્યાગ કરું છું.
નિંદા અને ગહ કર્યા પછી, ગુરુની આશાતનારૂપ પાપની અનુમોદનાનો લેશ પણ ભાવ રહી ન જાય તે માટે, તેવા પાપ કરનારા મારા આત્માના પર્યાયોને હું વોસિરાવું છું એટલે કે તેવા પર્યાયોનો હું ત્યાગ કરું છું.
આત્મા નિત્ય છે અને પર્યાયો પ્રતિપળ નાશ પામનારા છે. પ્રતિપળ નાશ પામનારા પર્યાયો આમ તો નાશ પામી જ ગયા છે તો પણ નાશ પામેલા તે પર્યાયો આત્મા ઉપર દુષ્ટ પાપના સંસ્કારો મૂકીને ગયા છે. આ સંસ્કારો હજુ નાશ પામ્યા નથી. આ સંસ્કારો નિમિત્ત મળતાં પુન: જાગૃત ન થાય અને પુન: ગુરુ આશાતના ભયંકર પાપના માર્ગે ઢસડી ન જાય તે માટે સાધક આ પદો દ્વારા એ સંસ્કારોને નાબુદ કરવા યત્ન કરે છે.
આમ, આ સૂત્ર દ્વારા ગુરુભગવંત સાથે વાર્તાલાપ કરતાં શિષ્યે ગુરુની સુખશાતા પૃચ્છા વગેરે કરી, દિવસ દરમ્યાન ગુરુની જે જે આશાતના થઈ હોય તેનું સ્મરણ કર્યું અને આવી આશાતના પુનઃ પુનઃ ન થાય તે માટે નિંદા, ગર્હા અને વોસિરાવવાની ક્રિયા કરી.
8- ‘વોસિરામિ’ શબ્દની વિશેષ સમજણ માટે સૂત્ર સંવેદના-૧ માંથી ‘અન્નત્થ’ કે ‘કરેમિ ભંતે’ સૂત્ર જોવું.