________________
નાણંમિ દંસણમિ સૂત્ર
૬૫
સારું રાખવા પણ કરાય છે, તો માન-સન્માન આદિની ઇચ્છાથી પણ કેટલીક વાર તપ કરાય છે; પરંતુ આ પ્રકારે કરાતા તપના આચરણને તપાચાર કહેવાતો નથી. તપાચાર તો તેને કહેવાય કે જે તપમાં પોતાની શક્તિનો વિચાર કરી, કોઈપણ ધર્મકાર્યમાં ઊણપ ન આવે, મનમાં કોઈ ખરાબ ભાવ ન ઉદ્ભવે અને માત્ર કર્મનિર્જરાનો જ ભાવ રહે તે રીતે તપનું સેવન થતું હોય.
ગળાડું - ગ્લાનિ વિના, ચિત્તની પ્રસન્નતાપૂર્વક થાક, કંટાળો, અનુત્સાહ કે નારાજગીના ભાવને ગ્લાનિ કહેવાય છે. આવી ગ્લાનિ વિના, ચિત્તની પ્રસન્નતાથી, ઉત્સાહ અને આનંદથી જે તપ કરાય તેને અગ્લાન તપ કહેવાય છે..
સ્વશક્તિનો વિચાર કરીને તપધર્મનો પ્રારંભ કર્યા પછી ક્યારેક ભૂખ-તરસ આદિની વેદના વધી જાય ત્યારે પણ અગ્લાન તપ કરવાની ભાવનાવાળા સાધકે પોતાનું મુખ પ્લાન ન થવા દેવું જોઈએ, કે આ તપ ક્યારે પૂરો થશે તેવો ભાવ પણ ન આવવા દેવો જોઈએ. તે માટે “દઉં મારું' જેવાં અનેક શાસ્ત્રવચનોનો સહારો લઈ સાધકે વિચારવું કે “આજ દિવસ સુધી શરીરની અનુકૂળતાઓને પૂરી પાડવા માટે ઘણાં કર્મ બાંધ્યાં છે, દેહ-પરના મમત્વના કારણે ઘણાંને કષ્ટ આપ્યાં છે, આ દેહને કષ્ટ આપી હવે તે કર્મ ખપાવવાનો અવસર આવ્યો છે. દેહના મમત્વને દૂર કરવાની આ ક્ષણ છે, જડ પ્રત્યેની આસક્તિને તોડવાની આ તક છે. હું આત્મા છું, અનંત શક્તિનો સ્વામી છે. જ્ઞાન મારો ગુણ છે, આનંદ એ મારો સ્વભાવ છે. આ સ્વભાવનું વદન તે મારો ધર્મ છે. સુધા-તૃષા એ શરીરના ધર્મો છે. શરીર સાથેની મમતાના કારણે આજે તે સુધા આદિની વેદના અને શરીરની નહિ પણ મારી લાગે છે. વાસ્તવમાં આ ભૂખ-તરસ વેઠતાં જો શરીરની મમતા તૂટી જશે અને સમતાભાવની પ્રાપ્તિ થશે, તો આ દુઃખ તો શું, અનંતકાળનું અસંતું દુઃખ પણ નાશ પામી જશે. વળી, આ સુધાદિનું દુઃખ મેં મારા કર્મની નિર્જરા માટે સ્વાધીનપણે સ્વીકારેલું છે. તેનાથી તો મને કર્મની મહા નિર્જરા થવાની છે. આના કરતાં તો અનંતી સુધા અને તૃષા પરાધીનપણે મેં નરક અને તિર્યંચની ગતિમાં અનંતકાળ માટે સહન કરી છે. અલ્પકાળ માટે પ્રભુની આજ્ઞા મુજબ સ્વયં સ્વીકારેલી આ સુધા-તૃષાને જો હું સહન કરી લઈશ, તો મારાં ઘણાં ઘણાં કર્મો ખપી જશે, મારું કલ્યાણ થઈ જશે.”
આવી વિચારણાઓના કારણે શરીરમાં જેમ જેમ કષ્ટ વધતું જાય તેમ તેમ કષ્ટમાં 32 - વર્ણનર્નરરૂપીય શ્રી સચ તપણે નમ: સ્વાહા !
- સિદ્ધચક્ર મહાપૂજન