________________
સૂત્રસંવેદના-૩
કર્મનિર્જરારૂપ કમાણીનાં દર્શન થતાં જાય, જેના કારણે તપધર્મના આરાધકનું ચિત્ત વધુ પ્રસન્ન થતું જાય. આ રીતે ચિત્તની પ્રસન્નતાપૂર્વક કરાયેલા તપને અગ્લાનપણે કરાયેલો તપ કહેવાય છે; પરંતુ જે વ્યક્તિ શક્તિનો વિચાર કર્યા વિના પ્રથમ તપધર્મ સ્વીકારે અને પછી ‘આ તપ ક્યારે પૂરો થશે’ તેવી વિચારણાઓથી અધીરો બની, રાજવેઠિયાની જેમ એટલે કે નોકરીમાં રાખેલા માણસની જેમ, ગમે-તેમ તપ પૂરો કરે, તો તેના તેવા તપને ‘અગ્લાનપણે' કરેલો તપ ન કહેવાય.
33
ગળાનીવી - આજીવિકાની કે માન સન્માનની ઇચ્છા રાખ્યા વગર
જીવન જીવવા માટે જરૂરી બાહ્ય સામગ્રી, માન-સન્માન, કે આલોકપરલોકના સુખની ઇચ્છા તે ‘આજીવિકા’ છે. આવી ઇચ્છા વિના કરાતો તપ તે ‘અનાજીવી' તપ કહેવાય છે. તપ કર્યા બાદ, ‘મેં આ તપ કર્યો છે, માટે મારું આવું સન્માન થવું જોઈએ કે ઉત્તમ વસ્ત્ર, પાત્રથી મારી ભક્તિ થવી જોઈએ,' એવી કોઈ ઈચ્છા-આશંસા થવી તે આજીવિકાની ઈચ્છારૂપ છે. આવી ઈચ્છાથી તપ કરાય અને જો પુણ્ય હોય તો કદાચ તે વસ્તુ મળી પણ જાય, પરંતુ કર્મનિર્જરારૂપ મહાફળથી વંચિત રહી જૈવાય છે. માટે તપ કરતી વખતે માન, સન્માન કે સત્કાર આદિની કોઈ ઈચ્છા ન કરતાં સાધકની માત્ર એવી ભાવના હોવી જોઈએ કે - આ તપની એ રીતે આરાધના કરું કે મારાં ક્લિષ્ટ કર્મો નાશ પામી જાય અને મારો આત્મા વધુ નિર્મળ-નિર્મળતર બની સ્વસુખનો શીઘ્ર ભોક્તા બને. આવી ભાવનાથી અન્ય ફળની ઈચ્છાથી રહિત અને માત્ર નિર્જરાની ભાવનાથી કરાયેલો તપ ‘અનાજીવિક’ તપ કહેવાય છે.
,34
૬૬
35
‘જ્ઞાનસાર’ નામના ગ્રંથમાં મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ તપની સુંદર વ્યાખ્યા કરી છે : “તેવો જ તપ કરવો જોઈએ કે જેમાં દુર્ધ્યાન ન થાય, જેનાથી ધર્મકાર્યમાં ઓટ ન આવે અને ઇન્દ્રિયોની હાનિ ન થાય.”
33- अग्लान्या न राजवेष्टिकल्पेन यथाशक्त्या वा । 34 - અનાનીવિજ્રો - નિ:સ્પૃહ: પાન્તરમધિકૃત્ય । 35 - તદ્દેવ હિ તપ:વાર્ય, દુર્ધ્યાનું યંત્ર નો મવેત્ ।
येन योगा न हीयन्ते, क्षीयन्ते नेन्द्रियाणि च ।। तं तु तपो कायव्वं जेण जिओऽमंगुलं न चिंतेइ । जेण न इंदियहाणी जेण य जोगा ण हायंति ।
- દ. વૈ. હારિભદ્રીય વૃત્તિ
- ૬. વૈ. હારિભદ્રીય વૃત્તિ
- જ્ઞાનસાર
- યતિદિન ચર્યા-૨૩