________________
૬૪
સૂત્રસંવેદના-૩
વારસવિદ વિ તવે, સર્ભિતર-વેદિરે સત્ય-તિ - કુશળ પુરુષોએ બતાવેલા અત્યંતર અને બાહ્ય બાર પ્રકારના તપમાં.
અનાદિકાળથી આહારસંજ્ઞાને આધીન બનીને, મન અને ઇન્દ્રિયોને વશ થઈને જીવે અનંતાં કર્મો બાંધ્યાં છે. બાંધેલાં કર્મોથી મુક્ત થવા માટે કુશળ દૃષ્ટિવાળા સર્વજ્ઞ ભગવંતોએ તપધર્મ બતાવ્યો છે.
રસાદિ ધાતુઓ તથા કર્મ જેના દ્વારા તપે તેને તપ કહેવાય છે અથવા જેનાથી ઈચ્છાઓનો નિરોધ થાય, સમતા પ્રાદુર્ભાવ પામે અમે આત્મભાવમાં રમણતા થાય તેને તપ કહેવાય છે. આ તપ બે પ્રકારનો છે : (૧) બાહ્ય તપ અને (૨) અભ્યતર તપ. તેમાં અનશન આદિ છ પ્રકારનો બાહ્ય તપ છે. આ તપને બાહ્યદૃષ્ટિથી જોઈ શકાય છે. આ તપ કરનારને લોકો તપસ્વી તરીકે નવાજે છે. વળી આ તપ બાહ્ય શરીર આદિને શોષવાનું કાર્ય કરે છે. તેથી તેને બાહ્ય તપ કહેવાય છે.
પ્રાયશ્ચિત્તાદિ છ પ્રકારનો અત્યંતર તપ છે. આ તપ સામાન્ય લોકમાં તપ તરીકે પ્રસિદ્ધ નથી. આ તપ કરનારને બાહ્યદૃષ્ટિથી કોઈ તપસ્વી કહેતા નથી. આ તપથી શરીર સુકાય જ તેવો એકાંત નથી. જૈન શાસનને વિશેષ પ્રકારે સમજેલા વિવેકી આત્માઓ આ તપ કરી શકે છે. વળી આ તપ અંતરંગ એવા કાર્મણ શરીરને તપાવે છે અને નિર્જરારૂપ ફળ અપાવનારો છે, તેથી તેને અત્યંતર તપ કહેવાય છે.
મલ્ટિાફ સપની નાયડ્યો તો તવીથારો - આ બાર પ્રકારના તપમાં) ગ્લાનિ વિના અને આજીવિકાની ઈચ્છા વિના થતું આચરણ તે તપાચાર છે.
આ બાર પ્રકારના તપમાંથી કેટલાક તપો એવા છે કે જેનું આચરણ શરીરને 27 - વાઢેન વિરમતિ સુવિ તસ્મિન્ કુશળ એવા જિનેશ્વરદેવે ઉપદેશેલા બાર પ્રકારના તપમાં. 28 - તતેડનેન હીતિ તપ,
રસ-રુધિર-માંસ-મેલોડસ્થિ-મ-શુષ્પને તાણજો .
कर्माणि चाशुभानीत्यतस्तपो नाम नैरुक्तम् ।।१।। 29. ઈચ્છારોધે સંવરી, પરિણતિ સમતા યોગે રે,
તપ તે એહી જ આતમા, વર્તે નિજ ગુણ ભોગે રે. - ઉ. યશોવિજયજી કૃત નવપદની પૂજા 30 - मिथ्यादृष्टिभिरपि क्रियमाणत्वेन, क्रियमाणं चर्मचक्षुदृश्यमाणत्वेन बाह्यमौदारिकशरीरशोषकत्वेन च बहिवं तपः।
- શાંત સુધારસ ટીકા 31- आभ्यन्तरं चर्मदृगदृश्यं, निर्जराफलदं, कार्मणशरीरदाहक, जैनशासने सम्यग्दृष्टिभिरेव क्रियमाणत्वादन्तरंगं तपः ।
- શાંત સુધારસ ટીકા
- આચારપ્રદીપ