________________
તાણંમિ દંસણમિ સૂત્ર
૬૩
અવતરણિકા :
હવે ચારિત્રાચારને વર્ણવ્યા પછી તપાચારનું વર્ણન કરે છે – ગાથા :
बारसविहम्मि वि तवे, सब्जिंतर-बाहिरे कुसल-दिटे ।
अगिलाइ अणाजीवी नायव्वो सो तवायारो ।।५।। અન્વય સહિત સંસ્કૃત છાયા : कुशलदिष्टे, साभ्यन्तर-बाह्ये, द्वादश-विधे अपि तपसि ।
अग्लान्या अनाजीविकः (यो आचारः) स तपाचारः ज्ञातव्यः ।।५।। ગાથાર્થ :
કુશળ પુરુષોએ એટલે કે જિનેશ્વરોએ ઉપદેશેલા અભ્યતર અને બાહ્ય ભેટવાળા બારે પ્રકારના તપમાં ગ્લાનિ વિના અને આજીવિકાની ઈચ્છા વગર થતો જે આચાર તે તપાચાર જાણવો. વિશેષાર્થ :
સર્વ દુઃખનું મૂળ ઇચ્છાઓ છે અને ઇચ્છાઓનો સર્વથા અભાવ તે પરમ સુખ છે. પ.પૂહરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ પંચસૂત્રમાં તો અનિચ્છાને જ મોક્ષ કહ્યો છે. નિરંતર પ્રવર્તતી ઇચ્છાઓને અટકાવવા જે અંતરંગ પ્રયત્ન કરાય છે તેને અત્યંતર તપ કહેવાય છે અને આહાર ત્યાગાદિરૂપ જે બાહ્ય પ્રયત્ન કરાય તેને બાહ્ય તપ કહેવાય છે.
બીજી રીતે વિચારીએ તો કર્મના સંબંધને કારણે જીવો સંસારમાં સતત પરિભ્રમણ કર્યા કરે છે. આ કર્મોને આવતાં અટકાવવાં તે સંવર છે, અને આવી ગયેલાં કર્મોને દૂર કરવાં તે નિર્જરા છે. આ સંવર અને નિર્જરાનો પરિણામ તે આંતરિક તપ છે, અને તે માટે કરાતી બાહ્ય આચરણા તે બાહ્ય તપ છે.
વળી રાગ અને દ્વેષનાં કંકો જીવને સતત પરેશાન કરે છે. તે રાગાદિ ભાવોથી પર થઈ સમતાના ભાવમાં જીવને સ્થાપન કરવા જે અંતરંગ યત્ન થાય છે તે અંતરંગ તપ છે અને જે બાહ્ય પ્રયત્ન થાય છે તે બાહ્ય તપ છે.
ટૂંકમાં ઇચ્છાઓને અટકાવી, સંવર ભાવને પ્રાપ્ત કરી, સમતા યોગને સાધી આત્મગુણમાં રહેવું, આત્મભાવમાં રમણતા કરવી તે નિશ્ચયથી તપ નામનો ગુણ છે. આ ગુણને પ્રાપ્ત કરવા જે આચરણા કરાય છે તેને તપાચાર કહેવાય છે.