________________
સૂત્રસંવેદના-૩
આ અષ્ટ પ્રવચનમાતાનું પાલન મુખ્યત્વે સામાયિક અને પૌષધમાં કરવાનું છે. તે સિવાય પણ શ્રાવકે પોતાની સર્વ પ્રવૃત્તિમાં જયણાને પ્રાધાન્ય આપવાનું છે. નિરર્થક હિંસાદિ પાપ ન થઈ જાય તેની ખાસ કાળજી રાખવાની છે. આવી પ્રવૃત્તિથી જ દેશવિરતિનો પરિણામ વૃદ્ધિમાન થાય છે અને અંતે સર્વવિરતિ માટે તે જીવ સક્ષમ બની શકે છે.
ર
આ ગાથા બોલતાં સાધક વિચારે કે,
“ભગવાનના શાસનનું સંયમ અને તેને પામવાના માર્ગો કેવા સુંદર છે ! મનને એકાગ્ર કરી સમિતિ-ગુપ્તિરૂપ આ આચારોનું પાલન ચાલુ કરું તો મોક્ષનું આંશિક સુખ આજે અહીં જ માણી શકું તેમ છું. તો પણ વિષય-કષાયની આ પરાધીનતા કેવી છે ? કે નથી તો સુવિશુદ્ધ ભાવે સંયમનો સ્વીકાર થતો કે નથી તેના આચારોનું યથાયોગ્ય પાલન થતું. હવે એ દૃઢ સંકલ્પ કરી એકાગ્રતાપૂર્વક સમતિ-ગુપ્તિનું પાલન કરી મારામાં સંયમ ગુણને પ્રગટાવું અને આત્માનંદ અહીં જ માણું.”