________________
વાણંમિ દંસણમ્મિ સૂત્ર
કષાયને ઓળખવા અને તેનાથી દૂર ૨હેવા મનને પ્રથમથી જ તૈયાર કરવું જોઈએ. તો જ નબળાં નિમિત્તો વચ્ચે પણ ચિત્ત સ્વસ્થ રહી શકશે.
૧
ચિત્તની સ્વસ્થતાપૂર્વકના સમિતિ-ગુપ્તિના પાલનરૂપ જે ચારિત્રાચાર છે, તેમાં સમિતિનો અર્થ છે સમ્યક્ પ્રકારની પ્રવૃત્તિ અને ગુપ્તિનો અર્થ છે નિવૃત્તિ.
૧. કોઈપણ જીવને મારાથી પીડા ન થઈ જાય તેવા પરિણામપૂર્વક, ગાડાની ધૂંસરી પ્રમાણ એટલે કે ગા હાથની ભૂમિને જોઈને, અચિત્ત ભૂમિ ઉપર ચાલવું તે ઈર્યાસમિતિ છે.
૨. મારી વાણીથી કોઈને પીડા ન થાય તેવા ભાવપૂર્વક વિચારીને હિત, મિત અને પ્રિય બોલવું તે ભાષાકૃમિતિ છે.
૩. સંયમજીવન માટે ઉપયોગી આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, વસતિ વગેરે નિર્દોષ ગ્રહણ કરવાની ક્રિયા તે એષણાસમિતિ છે.
૪. કોઈપણ જીવને કિલામણા-દુઃખ ન થાય તે રીતે દૃષ્ટિથી જોઈ, ૨જોહરણ વગેરેથી પૂંજી, સંયમજીવનમાં ઉપયોગી ચીજોને લેવા-મૂકવાની ક્રિયા તે આદાનભંડમનિક્ષેવા સમિતિ છે.
૫. સંયમજીવન માટે અનાવશ્યક ચીજોને શુદ્ધ, નિર્દોષ ભૂમિમાં વોસિરાવવાની કે ત્યાગવાની ક્રિયાને પારિષ્ઠાપનિકા સમિતિ કહેવાય છે.
૬-૭-૮. મન-વચન-કાયાને અશુભ ભાવમાં જતાં અટકાવી શુભ ભાવમાં સ્થાપન કરવાં અથવા સર્વથા તેમને ક્યાંય જવા ન દેવાં તે મન-વચન-કાયાની ગુપ્તિ છે.
આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સાધુઓનાં ચારિત્રરૂપી શરીરને માતાની માફક જન્મ આપી પાલન કરતી હોવાથી, તેમ જ તેની અશુદ્ધિઓ દૂર કરી તેને સ્વચ્છ-નિર્મળ રાખતી હોવાથી, શાસ્ત્રોમાં તેને અષ્ટ પ્રવચન-માતા તરીકે વર્ણવી છે..
26
સર્વવિરતિધર આત્માઓએ તો પ્રતિક્ષણ આ આઠ પ્રવચનમાતાઓનું પાલન કરવાનું છે. તેના દ્વારા જ તેમનું ચારિત્ર જીવંત રહે છે. દેશવિરતિવાળા શ્રાવકોએ
26- તાશ્ચારિત્રાત્રસ્ય, બનનાત્ પરિપાનાત્।
संशोधनाचं साधूनां मातरोऽष्टौ प्रकीर्तिता ।।
સમિતિ-ગુપ્તિની વિશેષ સમજ માટે સૂત્રસંવેદના-ભાગ-૧માં પંચિદિય સૂત્ર જોવું.
યોગશાસ્ત્ર - ૪૬