________________
નાણંમિ હંસણમ્મિ સૂત્ર
જ્યાં ત્યાં, જે તે રીતે નથી -ક૨વાની, પરંતુ યોગ્ય આત્માની, યોગ્ય જગ્યાએ અને યોગ્ય રીતે, સ્વ-પર સૌનું હિત થાય તે રીતે નિ:સ્વાર્થ ભાવે ક૨વાની છે. સામી વ્યક્તિને ફુલાવવા કે ફુલાવીને પોતાનો સ્વાર્થ સાધવા જે પ્રશંસા કરાય કે વિવેક વિના જ્યાં ત્યાં, જેની તેની પ્રશંસા કરાય તે પ્રશંસા ‘ઉપબૃહણા’ નામનો દર્શનાચાર ન રહેતાં તેનો અતિચાર કે દોષ બની જાય છે. તે જ રીતે યોગ્યઆત્માની યોગ્ય સ્થાને વિવેકપૂર્વક પ્રશંસા ન ક૨વી તે પણ દર્શનાચારનો અતિચાર છે.
૬. થિરીરને - ધર્મમાં સિદાતા યોગ્ય આત્માઓને ધર્મમાં સ્થિર ક૨વા તે છઠ્ઠો ‘સ્થિરીકરણ’ નામનો દર્શનાચાર છે.
૫૫
સર્વ સુખના સ્થાનભૂત જૈનધર્મ પ્રાપ્ત કર્યા પછી પણ કોઈ આત્મા હારી જતો દેખાય, ધર્મમાં પ્રમાદ કરતો દેખાય, તો તનથી તેની સેવા-શુશ્રુષા કરી, વાણીથી ધર્મમાર્ગમાં તે સ્થિર થાય તેવા શબ્દો કહી, મનથી પોતાની જેટલી સમજ અને બુદ્ધિ છે તેનો ઉપયોગ કરી, ધનથી પણ અનેક રીતે સહાય કરી તેને ધર્મમાર્ગમાં સ્થિર કરવો તે ‘સ્થિરીકરણ’“ નામનો દર્શનાચાર છે. આ રીતે અન્યને ધર્મમાર્ગમાં સ્થિર કરવાથી સાધકને પણ ઉત્તરોત્તર ધર્મ માર્ગમાં આગળ વધારી છેક મોક્ષ સુધી પહોંચાડવામાં સહાયક બની શકાય છે, અને પોતાને પણ પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય છે.
18
શક્તિ હોવા છતાં, સંયોગો સારા હોવા છતાં, લોભથી, પ્રમાદથી, ઉપેક્ષાથી કે અવિચારકતાથી અન્યને ધર્મમાં સ્થિર કરવા. જેઓ પ્રયત્ન નથી કરતા તે દર્શનાચારની આરાધનાને ચૂકી જાય છે.
૭. વÐછે - ગુણવાન આત્મા પ્રત્યેની લાગણી કે પ્રેમ, તે ‘વાત્સલ્ય’ નામનો સાતમો દર્શનાચાર છે.
વત્સ એટલે સંતાન અને વત્સપણાનો ભાવ તે વાત્સલ્ય છે. માતા-પિતાને પોતાના સંતાન પ્રત્યે કોઈ સ્વાર્થ વિના, કોઈ અપેક્ષા વિના જે સહજ પ્રેમ કે લાગણીનો ભાવ .હોય છે તેવા ભાવને ‘વાત્સલ્ય'' કહેવાય છે. વાત્સલ્યના
18
स्थिरीकरणं तु धर्माद्विषीदतां सतां तत्रैव स्थापनम् । 19 - વાત્સલ્યું સમાનામિ પ્રીત્યુપારર્ળમ્ |
- દ. વૈ. સૂત્રની હારિભદ્રીય વૃત્તિ
-
દ. વૈ. સૂત્રની હારિભદ્રીયવૃત્તિ