________________
સૂત્રસંવેદના-૩
સમ્યગ્દર્શનને પામેલા અથવા પામવાની ઈચ્છાવાળા આત્માઓ ગુણાનુરાગી હોય છે. જ્યાં મોક્ષમાર્ગને અનુકૂળ ગુણ દેખાય ત્યાં તેમનું દિલ ડોલી ઊઠે છે, અને ઉચિત અવસર હોય તો તેઓ તે ગુણની પ્રશંસા કર્યા વિના પણ રહેતા નથી. ક્યારેક એવું લાગે કે અત્યારે પ્રશંસા કરવાથી સામેની વ્યક્તિનું અહિત થશે તો મૌન રહે, તોપણ તેમનું હૈયું તો ગુણ જોઈ આનંદમાં આવી જ જાય છે. આ રીતે ઊછળતા હૈયે ગુણવાનના ગુણોની પ્રશંસા કરી તેના ધર્મને, ધર્મની ભાવનાને વધારવી તે ‘ઉપબૃહણા'' નામનો પાંચમો દર્શનાચાર છે.
17.
૫૪
અનાદિ કાળથી જીવે ગુણની ઉપેક્ષા કરી દોષનો જ પક્ષ કર્યો છે. ગુણવાન પણ પોતાને અનુકૂળ હોય કે પોતાના ઉપયોગમાં આવતો હોય તો જ તેને સારો માની (સ્વાર્થ માટે) તેની પ્રશંસા કરી છે, પરંતુ પોતાની પ્રસિદ્ધિમાં કે માન-સ્થાનમાં અને ઈચ્છાપૂર્તિમાં આડે આવતા ગુણવાનની ઈર્ષ્યા, અદેખાઈ અને નિંદા કરવાનું જીવે ક્યાંય છોડ્યું નથી. પરિણામે જીવ ગુણોથી વંચિત રહ્યો છે અને દોષોથી પુષ્ટ થયો છે..
ગુણવાનના ગુણોની પ્રશંસા કરવી એ ગુણોને પ્રાપ્ત કરવાનો અને દોષોને ટાળવાનો પરમ ઉપાય છે; કેમ કે, ગુણવાનના ગુણો ગાવાથી ગુણો પ્રત્યેનો આદર વધે છે અને દોષો પ્રત્યેનો પક્ષપાત મંદ-મંદતર થતો જાય છે. વળી અનાદિકાળની દોષો જોવાની અને બોલવાની કુટેવ ટળે છે, અને ગુણો જોવાની અને બોલવાની સારી ટેવ પડે છે. પણ કહેવાય છે કે ‘ઉત્તમના ગુણ ગાવતાં ગુણ આવે નિજ અંગ.' ઉત્તમ પુરુષોના ગુણ ગાતાં ગાતાં પોતાને તે ગુણો પ્રાપ્ત થાય છે.
વળી, વિવેકપૂર્વક કરાયેલી પ્રશંસાના બે બોલ સાંભળીને યોગ્ય અને વિવેકી આત્માઓ આનંદિત થાય છે, અને તેઓ પણ ઉત્સાહપૂર્વક પોતાના સદ્ગુણોની વૃદ્ધિ માટે પ્રયત્ન કરે છે. ગુણપ્રશંસાનો સૌથી મોટો ફાયદો આ છે. તદુપરાંત ગુણપ્રાપ્તિમાં વિઘ્ન કરનાર કર્મો નાશ પામે છે અને ગુણપ્રાપ્તિને અનુકૂળ પુણ્યકર્મનો બંધ થાય છે. આથી સમ્યગ્દર્શનગુણને પામેલા અને પામવાની ઈચ્છાવાળા શ્રાવકોએ ઉપબૃહણારૂપ દર્શનાચારનું અવશ્ય પાલન કરવું જોઈએ.
પ્રશંસાના વિષયમાં એટલું ખાસ ધ્યાન રાખવું કે પ્રશંસા પણ જેની તેની, 17 - ઉપબૃહણા શબ્દ વૃદ્ઘ ધાતુ ઉપરથી બનેલો છે. વૃદ્ઘ ધાતુનો અર્થ પોષણ અને પરિવર્ધન થાય છે, અથવા ઉપબૃહણા શબ્દનો અર્થ પ્રશંસા થાય છે. ઉપ‰ળ નામ સમાનમિઝાળાં सद्गुणप्रशंसनेन तद्वृद्धिकरणम् । – હિતોપદેશ