________________
વાણંમિ હંસણમ્મિ સૂત્ર
છે, તેઓ આ ક્ષેત્રમાં અમૂઢદ્રષ્ટિવાળા કહેવાય છે. આવા જીવોની ધાર્મિક ક્ષેત્રમાં થતી આચરણાને ‘અમૂઢદૃષ્ટિ' નામનો ચોથો દર્શનાચા૨ કહેવાય છે.
૫૩
16
આધ્યાત્મિક ક્ષેત્રે જીવ અનાદિ કાળથી મૂઢ રહ્યો છે. તેથી ભૌતિક ક્ષેત્રે મહાબુદ્ધિશાળી ગણાતો, વિચારી વિચારીને પગલું ભરતો માણસ પણ પોતાના આત્માનું હિત શેનાથી થશે ? સાચું સુખ કઈ રીતે મળશે ? એ અંગે કોઈ વિચારણા જ કરી શકતો નથી. આવા જીવો ક્યારેક ધર્મમાર્ગમાં જોડાય છે, તોપણ તેઓ કયો ધર્મ કઈ રીતે કરવાથી આ સંસારનું દુઃખ ટળશે અને સદા માટે મોક્ષનું સુખ મળશે, તેની કોઈ વિચારણા કરી શકતા નથી. આ કારણથી આવા જીવો ધર્મકાર્ય કરવા છતાં સમ્યગ્દર્શન પામી શકતા નથી કે પૂર્વે ક્યારેક અમૂઢતાથી પામેલા સમ્યગ્ દર્શનને ટકાવી પણ શકતા નથી.
આથી ચિ૨કાલીન સુખ આપનાર ધર્મમાર્ગમાં બુદ્ધિમાન પુરુષે નિર્વિચારક ન રહેવું જોઈએ, પરંતુ શાસ્ત્રને સમજવા અને તત્ત્વનો નિર્ણય કરવા પ્રાપ્ત થયેલી બુદ્ધિનો પૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવર્તતી વિવેકપૂર્ણ વિચારણા તે દર્શનાચારનો આચાર છે અને તેનો અભાવ તે અતિચાર છે.
આ ચારે આચારોનું પાલન વિચારક વ્યક્તિ જ કરી શકે, અને દર્શનાચા૨ના શંકા, કાંક્ષા આદિ અતિચારો પણ જેઓ ધર્મ સંબંધી કાંઈ વિચારણા કરતા હોય છે, તેમને જ લાગે છે. અવિચા૨ક વ્યક્તિ તો સમ્યગ્દર્શનથી દૂર જ બેઠેલી છે. તે આચારોનું પાલન પણ નથી કરતી તો અતિચારોની વાત જ ક્યાંથી આવે ?
અત્યાર સુધીના ચારે આચારો પોતાની આંતરિક શ્રદ્ધાને દઢ અને અવિચલિત રાખવા સંબંધી હતા. હવેના ચાર આચારો અન્ય વ્યક્તિ સાથેના વ્યવહાર અને વર્તન સાથે સંકળાયેલા છે. બીજાની સાથેનો સારો વ્યવહાર સામેની વ્યક્તિ માટે ધર્મપ્રાપ્તિનું કારણ બને છે, સાથે જ તેના દ્વારા પોતે ઉપાર્જન કરેલા પુણ્યથી પોતાની પણ ઉન્નતિ સુલભ બને છે.
૧. વવૃત્ત – ગુણવાન વ્યક્તિના ગુણોની પ્રશંસા કરી તેના ધર્મમાં વૃદ્ધિ કરવી, એ ‘ઉપબૃહણા' નામનો પાંચમો દર્શનાચાર છે.
-.
16 - 7 મૂળ
स्वरूपान्न चलिता दृष्टिः सम्यग्दर्शनरूपा यस्यासावमूढदृष्टिः ।
– હિતોપદેશ
જેની સમ્યગ્દર્શનરૂપ દૃષ્ટિ સ્વરૂપથી ચલાયમાન થતી નથી, તેવા આત્માને અમૂઢ દૃષ્ટિવાન કહેવાય છે.