________________
સૂત્રસંવેદના-૩
‘નિિિતનિચ્છા’ - તેનો બીજો અર્થ છે નિર્વિજુગુપ્સા. એટલે સાધુ-સાધ્વીનાં મલિન વસ્ત્ર જોઈ જુગુપ્સા કરવી નહિ, નાક મચકોડવું નહિ, દુર્ગંધના કારણે દૂર રહેવું નહિ.
પર
વસ્ત્રની મલિનતા કે વસ્ત્રની ચોક્ખાઈ, આ બન્ને પૌદ્ગલિક ભાવો છે. અનાદિકાળના અવિવેકના કારણે સંસારી જીવો સારાં, સુગંધયુક્ત વસ્ત્રો જોઈ રાગ અને ખરાબ કે દુર્ગંધ ભરેલાં વસ્ત્રો જોઈ દ્વેષ કરતા હોય છે. મુનિ જાણે છે કે આ તો પૌલિકભાવ છે. સારા પુદ્ગલમાં રાગ અને ખરાબમાં દ્વેષ કરવો મારા માટે ઉચિત નથી. તેથી મુનિ રાગાદિ ભાવોથી દૂર થવા પોતાના દેહ અને વસ્ત્રાદિની ઉપેક્ષા કરે છે. તેના ઉપર લાગેલા મેલ કે પ્રસ્વેદ આદિને પણ ચલાવી લે છે.
શરીરની મમતાને તોડવા આવો ઉત્તમ પ્રયત્ન કરી રહેલા મુનિઓનાં મેલાં વસ્ત્ર કે દેહ જોઈને તેમના પ્રત્યે જુગુપ્સા કરવી, અણગમો કરવો, તેમનાથી દૂર ભાગવું કે નાક મચકોડવું તે ‘વિતિગિચ્છા’નામનો દર્શનાચારનો અતિચાર છે. ક્યારેક વળી મલિન દેહવાળા મુનિઓને જોઈ ભગવાને આવો આચાર કેમ બતાવ્યો હશે ?' આવો વિકલ્પ પણ ઊઠે છે. તે પણ દર્શનાચારનો ‘વિતિગિચ્છા’નામનો અતિચાર જ છે.
ભગવાનની આજ્ઞા મુજબ જીવન જીવતા, શરીર અને વસ્ત્રાદિ પ્રત્યે નિઃસ્પૃહ એવા મુનિને જોઈ તેમના પ્રત્યે, અને તેવો આચાર બતાવનાર સર્વજ્ઞ વીતરાગ ભગવંત પ્રત્યે અહોભાવ કે આદરભાવ કરવો,’પરંતુ જુગુપ્સા ન કરવી, તે ‘નિર્વિજુગુપ્સા’ નામનો દર્શનાચારનો ત્રીજો આચાર છે.
-
૪. અમૂઢવિકી ઞ – મૂઢતા વિનાની બુદ્ધિ રાખવી, કે વિવેકપૂર્વકની વિચારણા કરવી, એ ‘અમૂઢદૃષ્ટિ’ નામનો ચોથો દર્શનાચાર છે.
જે મનુષ્યો સારા-ખોટાનો વિચાર કર્યા વિના માત્ર આચરણા કરે છે તેને આ જગતમાં મૂઢ કે ગમાર કહેવાય છે, અને જેઓ સાર-અસારને વિચારીને પ્રવૃત્તિ કરે છે તેને અમૂઢ, બુદ્ધિશાળી કે ચતુર કહેવાય છે. તે જ રીતે ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી જેઓ કયો ધર્મ સાચો, કયા ગુરુ મારા આત્માનું હિત કરી શકે, અને કયા દેવ સર્વદોષરહિત કહેવાય, તે અંગે કાંઈ વિચારતા નથી, અને માત્ર કુળપરંપરાથી કે ગતાનુગતિકપણે ધર્મ કરે છે, તેઓ આ ક્ષેત્રમાં મૂઢ ગણાય છે; અને જેઓ પોતાની બુદ્ધિ અનુસાર વિચારીને વિવેકપૂર્વક પ્રત્યેક વસ્તુનો સ્વીકાર કરે છે, અને સ્વીકાર્યા પછી સેવનકાળે પણ પોતાની સમજ તથા શક્તિનો તે રીતે ઉપયોગ કરે