________________
વાણંમિ દંસણમિ સૂત્ર
૫૧
વાતો સાંભળી કે ચમત્કારો જોઈ તેમાં અંજાઈ જવું નહીં કે સાનુકૂળ ધર્મ તરફ ઢળી જવું નહિ, તો જ આ આચારનું પાલન થઈ શકશે.
રૂ. નિબ્રિતિપછી - મતિવિભ્રમ ન કરવો એટલે કે બુદ્ધિ સ્થિર રાખવી અથવા સાધુ-સાધ્વીનાં મલિન વસ્ત્ર આદિ પ્રત્યે ધૃણા કે જુગુપ્સા ન કરવી, એ નિર્વિચિકિત્સા' નામનો ત્રીજો દર્શનાચાર છે.
નિબ્રિતિથિી . શબ્દના બે અર્થ નીકળે છે : ૧. નિર્વિચિકિત્સા અને ૨. નિર્વિજુગુપ્સા.
વિચિકિત્સા એટલે મતિનો વિભ્રમ. ધર્મ કરતી વખતે “આ ધર્મનું ફળ મળશે કે નહિ ?' તેવો ભ્રમ થવો. એ વિચિકિત્સા છે, અને આવો ભ્રમ ઊભો જ ન થવા દેવો તે “નિર્વિચિકિત્સા' નામનો ત્રીજો દર્શનાચાર છે.
બાહ્ય શુભક્રિયાના માધ્યમે અંદરમાં પ્રગટતો શુભ કે શુદ્ધ ભાવ તે ધર્મ છે. આ ધર્મનું એક ફળ છે આંતરિક નિર્મળતાં કે ચિત્તની શુદ્ધિ, અને બીજું ફળ છે પુણ્યાનુબંધી પુણ્યનો બંધ. સમજ અને શ્રદ્ધાપૂર્વક જો ધર્મક્રિયા કરવામાં આવે તો ચિત્તની નિર્મળતારૂપ પ્રથમ ફળ તત્કાળ મળે છે, અને બીજું ફળ ક્યારેક તત્કાળ દેખાય છે અને ક્યારેક વિલંબે જોવા મળે છે. ચિત્તની નિર્મળતારૂપ પ્રથમ ફળને જોવા જેટલી જેમની ક્ષમતા નથી અને પુણ્યોદયથી પ્રાપ્ત થતાં બાહ્યફળોની જેમને આકાંક્ષા રહે છે, તેવા જીવોને એવો ભ્રમ થવાની સંભાવના છે કે ધર્મના માર્ગે ચાલું તો છું પણ કોઈ ફળ કેમ મળતું નથી ? આનું કોઈ ફળ હશે કે નહિ ? આવો ધર્મના ફળ વિષે સંદેહ થવાને કારણે ધર્મ માર્ગમાં તેનો વેગ-ઉત્સાહ મંદ પડી જાય છે. આથી તેને દર્શનાચારનો “વિચિકિત્સા'નામનો અતિચાર કહેવામાં આવે છે.
આવા ભ્રમને દૂર કરવા વિચારવું જોઈએ કે “આ ધર્મ સર્વજ્ઞ વીતરાગભગવંતે બતાવેલો છે. યથાયોગ્ય રીતે તેનું પાલન કરવાથી સુખરૂપ ફળ અવશ્યમેવ મળે છે, અને તત્કાળ ફળ નથી દેખાતું તેમાં ધર્મની ખામી નથી, મારી કરણીની ખામી છે. ધર્મની શક્તિ તો અચિંત્ય છે, પણ ફળની પ્રાપ્તિ મારી કરણીની શક્તિ અનુસાર છે. તેને સુધારી શાસ્ત્રાજ્ઞા મુજબ ધર્મ કરું તો જરૂર અનંત સુખરૂપ ફળ હું પામી શકીશ.” આવી વિચારણા તે દર્શનાચારનો ‘નિર્વિચિકિત્સા' નામનો ત્રીજો આચાર છે.
15 - विचिकित्सा-मतिविभ्रमः, निर्गता विचिकित्सा-मतिविभ्रमो यतोऽसौ निर्विचिकित्सः यद्वा निर्विजुगुप्सः - साधुजुगुप्सारहितः ।
- હિતોપદેશ