________________
સૂત્રસંવેદના-૩
કારણે જ માતા-પિતા પોતાના ખોડ-ખાંપણવાળા દિકરાની પણ સાર-સંભાળ રાખે છે, તેનું લાલન-પાલન કરે છે અને તેની સર્વ જરૂરીયાતો પૂરી પાડે છે. તેની જેમ ગુણવાન કે ગુણથી હીન કક્ષાનો સાધર્મિક હોય, તોપણ તે સાધર્મિક પ્રત્યે જે સહજ પ્રેમ, સ્વાભાવિક લાગણી રાખવી તે અને આ લાગણીના કારણે ઉત્તમ વસ્ત્ર, પાત્ર, અન્ન, પાણી વગેરેથી ક૨વામાં આવતી તેમની ભક્તિ, સદ્ભાવપૂર્વક લેવામાં આવતી તેમની સંભાળ અને તેમની સર્વ જરૂરીયાત પૂરી કરવાની જે ભાવના છે તે ‘સાધર્મિક વાત્સલ્ય’ નામનો સાતમો દર્શનાચાર છે.
૫૬
આના બદલે સ્વાર્થથી, કોઈ પ્રકારની અપેક્ષાથી, કે વિકૃત એવી લાગણી કે પ્રેમથી, સાધર્મિક ભક્તિ ક૨વામાં આવે અથવા ‘આમનું બિચારાનું આપણે નહીં કરીએ તો કોણ કરશે ?' એવી દયાની ભાવનાથી, વિવેક વિના, બહુમાન વિના, તોછડાઈથી તેમને કાંઈપણ આપવામાં આવે તો તે દર્શનાચારનો અતિચાર છે.
જિજ્ઞાસા : સાધર્મિક જો ગુણવાન હોય તો તેની ભક્તિ ક૨વાની ભાવના સહજ થઈ શકે, પરંતુ જેનામાં દોષો પ્રત્યક્ષ દેખાતા હોય તેવાની ભક્તિ કરવાનો ભાવ કઈ રીતે થાય ?
તૃપ્તિ : વાત સત્ય છે, તોપણ જે આચારનું મહત્ત્વ સમજે તે ક્યારેય દોષ જોતો નથી. વળી આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે જેની સાથે ધર્મ કરવાનો છે તેવા સાધર્મિકો હંમેશાં છદ્મસ્થ અવસ્થાવાળા જ હોવાના છે. આ અવસ્થા જ દોષવાળી અવસ્થા છે, તેમાં દોષ હોવા સહજ છે. જેમ ગુલાબનો અર્થી કાંટાની ઉપેક્ષા કરે તો ગુલાબને માણી શકે, તેમ દોષની ઉપેક્ષા કરી નાનામાં નાના પણ ગુણને જો પ્રાધાન્ય આપવામાં આવે તો સાધર્મિક પ્રત્યે ભક્તિભાવ જરૂરથી પ્રગટી શકે છે.
પુણ્યોદયથી ગુણવાન સાધર્મિકનો યોગ થવા છતાં પણ જેઓ ગુણવાનમાં રહેલા કોઈક દોષોને પચાવી શકતા નથી, માન, લોભ, અજ્ઞાન, પ્રમાદ આદિને કા૨ણે તેમની ભક્તિ કરતા નથી, તેઓ દર્શનાચારની આરાધનાથી વંચિત રહી જાય છે.