________________
વાણંમિ દંસણમિ સૂત્ર
૫૭. ૮. માવાને ગટ્ટ - ધર્મકથા આદિ દ્વારા જૈનશાસનની પ્રખ્યાતિ-પ્રસિદ્ધિ કરવી, એ “પ્રભાવના“નામનો આઠમો દર્શનાચાર છે.
પ્રકૃષ્ટ ભાવના કે પ્રકર્ષવાળી ભાવનાને પ્રભાવના કહેવાય છે. જે પ્રવૃત્તિ દ્વારા લોકોમાં ધર્મભાવના પ્રગટે, લોકો ધર્મ કરવાની વૃત્તિવાળા થાય અને તેમની તે ભાવનાઓ પ્રકૃષ્ટ થાય, તેવી પ્રવૃત્તિને “પ્રભાવના' નામનો દર્શનાચાર કહેવાય છે. વિશિષ્ટ શક્તિશાળી સાધકો ધર્મકથા કરીને અનેક જીવોને ધર્મ તરફ આકર્ષે છે. વળી કેટલાક પ્રભાવકો મિથ્થામતિઓ સાથે વાદમાં જીત મેળવીને, તો કેટલાક વિશિષ્ટ તપધર્મને આરાધીને તથા કેટલાક જ્ઞાન, વિદ્યા, કે મંત્ર આદિ દ્વારા અનેક આત્માઓમાં ધર્મની ભાવના પ્રગટાવી શકે છે અને પ્રગટેલી ભાવનાને પ્રબળ બનાવી શકે છે. ધર્મકથા આદિ કરવાની જેની વિશિષ્ટ શક્તિ નથી, તેવા શ્રાવકો પણ સ્વવૈભવ અનુસાર ઉદારતાપૂર્વક યાત્રા, પૂજા વગેરે શ્રાવકજન ઉચિત અનુષ્ઠાનો વિધિપૂર્વક કરીને પણ “પ્રભાવના” નામના આ દર્શનાચારનું પાલન કરી શકે છે. આ રીતે અન્યના મનમાં ધર્મ પ્રત્યેની રૂચિ પેદા કરાવવાથી આપણને ધર્મપ્રાપ્તિમાં બાધક બનનારાં કર્મો નાશ પામે છે અને ધર્મ સુલભ બને છે. શક્તિ હોવા છતાં કાણતા આદિ દોષોના કારણે જેઓ શાસનની પ્રભાવના માટે યત્ન નથી કરતા, તેઓ દર્શનાચારની આરાધના ચૂકી જાય છે.
આ પ્રમાણે આઠ પ્રકારના દર્શનાચારનું જે પાલન કરે છે, તેનાં મિથ્યાત્વમોહનીય કર્મો નાશ પામે છે, નિર્મળ એવા સમ્યગ્દર્શન નામના ગુણની તેને પ્રાપ્તિ થાય છે તથા પ્રાપ્ત થયેલ આ ગુણ વિશેષ શુદ્ધ બને છે.
આ આઠ આચારોમાં પ્રથમના ચાર આચારો પોતાના સમ્યગ્દર્શનની દૃઢતા માટે છે, અને પાછળના ચાર આચારો અન્યને ગુણની પ્રાપ્તિ અને દઢતા કરાવવા માટે છે. પ્રથમના ચાર આચારોનું યથાયોગ્ય પાલન કરવા માટે જેમ વિચારશીલતા જોઈએ છે, તેમ પાછળના ચાર આચારોનું પાલન કરવા
20 - પ્રભાવના-ધર્મથમિસ્તીર્થસ્થાપના |
- દ. વૈ. સૂત્રની હારિભદ્રીય વૃત્તિ 21 - પાવયી થHદી, વાર્ડ નેમિત્તિનો તવી ય |
विज्जा-सिद्धो अ कवी, अद्वेव पभावगा भणिया ।। પ્રાવચનિક, ધર્મકથી, વાદી, નૈમિત્તિક, તપસ્વી, વિદ્યાવાન, સિદ્ધ અને કવિ એ આઠ જાતના પ્રભાવકો કહેલા છે. .
- સમ્યક્ત્વ સપ્તતિ-૩૨