________________
૫૮
સૂત્રસંવેદના-૩
વિચારશીલતા સાથે વિશિષ્ટ શક્તિ અને ઉદારતા આદિ ગુણો હોવા પણ જરૂરી છે.
આ ગાથા બોલતાં સાધક વિચારે કે,
સાચે જ મારામાં સમ્યગદર્શન નથી માટે જ હું અનાદિ કાળથી આ સંસારમાં ભટકી રહ્યો છું. સમ્યગદર્શન તો મારામાં નથી, પણ તેને પ્રાપ્ત કરવાના આચારો પણ મારામાં નથી. કદાચ આ ભવમાં હું વિશેષ જ્ઞાન ન મેળવી શકું, કદાચ વિશેષ ચારિત્રનું પાલન પણ ન કરી શકું, પણ પ્રભુ ! મને તારી વચન પ્રત્યે આદર પ્રગટે, અડગ વિશ્વાસ આવે, ક્યાંય મારું મન શંકા, કાંક્ષામાં અટવાઈ ન જાય, જેથી સ્વયં તો શ્રદ્ધાસંપન્ન બનું અને અન્યને પણ દઢ શ્રદ્ધાવાળા બનાવવા મહેનત કરું, એટલું તારી પાસે માંગું છું.”