________________
વાણંમિ હંસણમ્મિ સૂત્ર
અવતરણિકા :
દર્શનાચાર પછી.હવે ક્રમસર આવતા ચારિત્રાચારને બતાવે છે :
ગાથા :
पणिहाण - जोग - जुत्तो, पंचहिं समिईहिं तीहिं गुत्तीहिं । एस चरित्तायारो, अट्ठविहो होइ नायव्वो ॥४॥
અન્વય સહિત સંસ્કૃત છાયા :
पञ्चसु समितिषु तिसृषु गुप्तिषु प्रणिधान - योग- युक्तः । ષ: અવિધ: ચારિત્રાપાર જ્ઞાતવ્યો મવતિ ||૪||
ગાથાર્થ :
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને આશ્રયીને પ્રણિધાનયોગથી મનની સ્વસ્થતાપૂર્વકનો આ ચારિત્રાચાર આંઠ પ્રકારનો જાણવો. વિશેષાર્થ :
स्टँडल
૫૯
એટલે કે
23
24
આત્મભાવમાં સ્થિર થવું તે ચારિત્ર છે અથવા એકઠાં કરેલાં કર્મોને ખાલી કરવાં, અથવા ભગવાનના વચનને યથાર્થ સમજી,,તેમાં શ્રદ્ધા કરી, તે માર્ગે ચાલવું તેનું નામ ચારિત્ર છે. આ ચારિત્ર દેશચારિત્ર અને સર્વચારિત્રના ભેદથી બે પ્રકારનું છે. તેમાં સર્વચારિત્ર હિંસા, જૂઠ, ચોરી આદિ પાપોના સર્વથા ત્યાગપૂર્વક પાંચ મહાવ્રતના પાલનરૂપ છે, જ્યારે દેશચારિત્ર હિંસાદિ પાપોના અંશથી ત્યાગપૂર્વક અણુવ્રતાદિના પાલનરૂપ છે. આ બંને પ્રકારના ચારિત્રના પાલન, પોષણ અને સંવર્ધન માટે પ્રણિધાનયોગથી યુક્ત એટલે કે મનની સ્વસ્થતાપૂર્વક,
25
22 - આ ગાથા દશવૈકાલિકસૂત્રની શ્રી ભદ્રબાહુસ્વામીરચિત નિર્યુક્તિમાં ગાથા-૧૮૫ ત૨ીકે છે. હારિભદ્રીય વૃત્તિમાં તેની છાયા બે રીતે કરવામાં આવી છે : એક જે રીતે ઉપર કરી છે તેવી અને બીજી આ પ્રમાણે :
पञ्चभिः समितिभिस्तिसृभिश्च गुप्तिभिः प्रणिधानयोगयुक्तः
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ વડે પ્રણિધાન યોગથી યુક્ત એવો જે વ્યાપાર તે ચારિત્રાચાર છે. 23 - ચારિત્રે સ્થિરતારૂપમ્ -
24. ચા (ચય) - એકઠાં કરેલાં.રિત્ત્ત - ખાલી કરવાં. સંચિત કર્મને ખાલી કરવાની ક્રિયા તે ચારિત્ર છે.
25 - प्रणिधानं-चेतः स्वास्थ्यं तत्प्रधाना योगाः व्यापारास्तैर्युक्तः समन्वितः प्रणिधानयोगयुक्तः ।
- દ. વૈ. હારિભદ્રીય વૃત્તિ